સોનું તૂટયું : ચાંદીમાં બેતરફી વધઘટ : પેલેડીયમ ઉછળીને 2700 ડોલર

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં  આજે સોનાના ભાવમાં ઘટાડો  આગળ વધ્યો હતો.   જ્યારે  ચાંદીમાં ભાવ આરંભમાં   તૂટયા પછી  ફરી  વધી આવ્યા હતા.    વિશ્વ બજારમાં   સોનાના ભાવંમાં ઘટાડો  આગળ વધ્યાના  સમાચાર  હતા. 

અમેરિકામાં  કન્ઝયુમર  કોન્ફીડન્સના  આંકડાઓ પ્રોત્સાહક આવતાં   વિશ્વ બજારમાં    ડોલરનો ઈન્ડેક્સ   ઉંચકાતાં  તેના પગલે   વૈસ્વિક સોનામાં    ફંડોની   વેચવાલી વધ્યાના   સમાચાર હતા.   વિશ્વ બજારમાં   આજે સોનાના  ભાવ ઔંશદીઠ  ૧૭૬૫થી ૧૭૬૬ ડોલરવાળા  ઘટી ૧૭૫૬થી  ૧૭૫૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ડોલર સામે રૂપિયાના ભાવમાં    જૂન મહિનામાં   નોંધાયેલો   મંથલી ઘટાડો  પાછલા ૧૫ મહિનાનો  સૌથી મોટો  મંથલી ઘટાડો   મનાઈ રહ્યો હોવાનું  બજારના સૂત્રોએ ઉમેર્યું હતુંં.

દરમિયાન અમદાવાદ બજારમાં આજે  સોનાના ભાવ ૧૦ ગ્રામના  રૂ.૧૦૦ ઘટી  ૯૯.૫૦ના રૂ.૪૮૩૦૦ તથા ૯૯.૯૦ના  રૂ.૪૮૫૦૦  રહ્યા હતા.   જ્યારે અમદાવાદ  ચાંદીના ભાવ આજે કિલોદીઠ  રૂ.૫૦૦ ઘટી   રૂ.૬૯૦૦૦ રહ્યા હતા.    વિશ્વ બજારમાં   ચાંદીના ભાવ  ઔંશદીઠ  ૨૫.૮૨થી  ૨૫.૮૩  ડોલરવાળા  ૨૫.૭૧થી ૨૫.૭૨  ડોલર થઈ  ૨૫.૮૧થી ૨૫.૮૨  ડોલર રહ્યા હતા.   

પેલેડીયમના  ભાવ જોકે   ઔંશના  ૨૬૭૧થી ૨૬૭૨  ડોલરવાળા ઉછળી   ૨૭૦૦ ડોલર  વટાવી    આજે ભાવ  ૨૭૦૧થી ૨૭૦૨ ડોલર  બોલાઈ રહ્યાના  સમાચાર  મળ્યા હતા.  દરમિયાન અમેરિકામાં  કન્ઝયુમર કોન્ફીડન્સના  આંક ૭.૩૦ પોઈન્ટ  વધી ૧૨૩.૩૦ આવતાં   ફેબુ્રઆરી ૨૦૨૦ પછીની નવી ઉંચી ટોચે આ આંક પહોંચ્યો  છે.   દરમિયાન આજે સાંજે   ત્યાં બહાર પડેલા   ખાનગી ક્ષેત્રના  જોબગ્રોથના  આંકડા જોકે   નબળા આવ્યા હતા. 

દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં   આજે  જીેસટી વગર  સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૪૬૮૨૦ વાલા  રૂ.૪૬૫૬૬ તથા ૯૯.૯૦ના રૂ.૪૭૦૦૮  વાળા રૂ.૪૬૭૫૩  બંધ રહ્યા  હતા જ્યારે  જીએસટી  સાથેના ભાવ આ ભાવથી   ૩ ટકા ઉંચા  રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભવા આજે જીએસટી  વગર રૂ.૬૭૮૦૬   વાળા  રૂ.૬૭૭૪૭ થઈ  રૂ.૬૭૮૩૨ બંધ રહ્યા હતા જ્યારે  જીએસટી સાથેના ભાવ આ ભાવથી  ૩ ટકા ઉંચા રહ્યા હતા.

મુંબઈ કરન્સી બજારમાં આજે  રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં  રૂપિયો વધુ નબળો પડયો હતો  આજે સવારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૪.૨૩  વાળા રૂ.૭૪.૨૪  ખુલ્યા પછી નીચામાં ભાવ  રૂ.૭૪.૨૨ રહ્યા પછી  ઉંચામાં ઉંચા  રૂ.૭૪.૪૫ થઈ  દિવસના અંતે  છેલ્લે બંધ ભાવ  રૂ.૭૪.૩૩ રહ્યા હતા. ડોલરના ભાવ આજે  વધુ દસ પૈસા ઉંચકાયા હતા.  શેરબજારમાં  પીચેહટની  અસર પણ  કરન્સી બજારમાં રૂપિયા પર દેખાઈ રહી આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના  ભાવ ઘટતા અટકી  ફરી વધી  રૂ.૧૦૩ની  સપાટીને આંબી ગયા  હતા. બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે  ૧૦૨.૮૨   વાળા આરંભમાં   રૂ.૧૦૨.૮૫  ખુલ્યા પછી  નીચામાં ભાવ  રૂ.૧૦૨.૭૮   થયા પછી ઉંમચામાં  ભાવ રૂ.૧૦૩.૦૮ થઈ  છેલ્લે  બંધ ભાવ  રૂ.૧૦૩.૦૦  રહ્યા હતા.   



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hqOxrb
via IFTTT

Comments