નવી દિલ્હી: યુકેએ ૨૦૨૦માં ૫૬ હજાર ભારતીય વિદ્યાર્થીઓને વિઝા જારી કર્યા છે. આમ તેમા વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ ૧૩ ટકાનો વધારો થયો છે, એમ યુકેના ગૃહપ્રધાન પ્રીતિ પટેલે બુધવારે જણાવ્યું હતું.
ઇન્ડિયા ગ્લોબલ ફોર્મ પર ગ્લોબલ લીડરશિપ વીમેન ફર્સ્ટઃ રેડિકલ એક્શન્સ ઇન ધ પોસ્ટ-પાન્ડેમિક એરાના સત્રને સંબોધતી વખતે આ વાત કહી હતી. ગયા વર્ષે અમે ૫૬,૦૦૦ ભારતીયોને સ્ટુડન્ટ વિઝા જારી કર્યા હતા. સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે કોરોનાના રોગચાળાની વચ્ચે અમે વિઝા જારી કરવામાં ૧૩ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.
પોસ્ટ સ્ટડી રુટનો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, જે મુખ્યત્વે પોસ્ટ સ્ટડી વર્ક રુટ માટેનો છે. તેના દ્વારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રતિભાઓને યુકે લાવી શકાય છે. આમ યુકે ભારતીય વિદ્યાર્થીઓ માટે આગમન અને અભ્યાસનું કેન્દ્ર હશે અને તેઓ અહીં કામ કરીને લાંબા ગાળે પ્રદાન કરી શકે છે.
આ ફોરમમાં બોલતા કેન્યાના સ્પોર્ટ્સ, હેરિટેજ અને સાંસ્કૃતિક બાબતોના કેબિનેટ સેક્રેટરી અમિના મોહમદે જણાવ્યું હતું કે યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-ફાઇવ જાતિલક્ષી સમાનતા તે રોગચાળાના એસડીજીના સૌથી અસરકારક પાસામાં એક છે. તેથી જાતિલક્ષી સમાનતા સુનિશ્ચિત કરવા માટે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના આયોજનની જરૂર છે.
અપેક્ષા એ છે કે જો આપણે બધા સાથે ચાલીશું તો મહિલાઓને કામ પર પરત લાવી શકીશું અને તેના પગ પર ઊભી રાખી શકીશું. આપણે ઘણા બધા પગલા અમલમાં મૂકી શકીએ છીએ. આપણે ટૂંકા, મધ્યમ અને લાંબા સમયગાળા માટે શું કરી શકીએ તેના માટે આયોજન જારી કરી શકીએ છીએ.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wabLHf
via IFTTT
Comments
Post a Comment