(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ : નાણા પ્રધાન નિર્મલા સીતારામને ગઈકાલે કોરોના મહામારીના પરિણામે અસરગ્રસ્ત ક્ષેત્રો માટે રૂ.૧.૧૫ લાખ કરોડનું લોન ગેરંટી સ્કિમ-પેકેજ જાહેર કર્યા સાથે હેલ્થકેર સહિત માટે પેકેજ જાહેર કર્યાની ભારતીય શેર બજારોમાં પોઝિટીવ અસર થવાના બદલે ફંડો, મહારથીઓએ સતત બીજા દિવસે શેરોમાં પ્રોફિટ બુકિંગ ચાલુ રાખ્યું હતું. કોરોના મહામારી સામે એક તરફ વેક્સિનેશન પ્રોગ્રામને વેગ આપવા થઈ રહેલા પ્રયાસો સામે કોરોનાના ડેલ્ટ પ્લસ સહિતના નવા વેરિએન્ટના કારણે હવે ત્રીજી લહેરની ચિંતા અને આર્થિક મોરચે ભારતે આગામી દિવસોમાં મોટા પડકારોનો સામનો કરવો પડે એવી શકયતાએ ફંડોએ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. કેન્દ્ર સરકારના લોન ગેરંટી પેકેજની સાથે મેગા સ્ટીમ્યુલસ પેકેજના પરિણામે આગામી દિવસોમાં લોન ડિફોલ્ટરોની સંખ્યા વધુ વધવાની શકયતાને ધ્યાનમાં લઈ ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. આ સાથે ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોેની નફારૂપી વેચવાલી રહી હતી. અલબત હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ, એફએમસીજી શેરોમાં ફંડોના વેલ્યુબાઈંગે ઈન્ડેક્સ બેઝડ ઘટાડો મર્યાદિત રહ્યો હતો. સેન્સેક્સ અંતે ૧૮૫.૯૩ પોઈન્ટ ઘટીને ૫૨૫૪૯.૬૬ અને નિફટી સ્પોટ ૬૬.૨૫ પોઈન્ટ ઘટીને ૧૫૭૪૮.૪૫ બંધ રહ્યો હતો. રૂપિયા સામે અમેરિકી ડોલર ૩ પૈસા વધીને રૂ.૭૪.૨૨ રહ્યો હતો.
સેન્સેક્સ અફડાતફડીમાં ઉપરમાં ૫૨૮૧૬ થી નીચામાં ૫૨૪૭૭ વચ્ચે અથડાઈ અંતે ૧૮૫ પોઈન્ટ ઘટયો
ટ્રેડીંગની શરૂઆત આજે સાધારણ મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૫૨૭૩૫.૫૯ સામે ૫૨૭૯૫.૭૬ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સહિતના એફએમસીજી શેરો અને પાવર ગ્રીડ કોર્પ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, એનટીપીસી, ટાઈટન, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, એશીયન પેઈન્ટસ,એચડીએફસી લિમિટેડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, ટીસીએસ સહિતમાં મજબૂતીએ વધીને ૫૨૮૧૬.૪૨ સુધી પહોંચ્યો હતો. જે બેંકિંગ-ફાઈનાન્સ શેરો કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફિનસર્વમાં પ્રોફિટ બુકિંગ સાથે બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકીમાં વેચવાલી અને ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, ઈન્ફોસીસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલમાં પ્રોફિટ બુકિંગે ઘટીને નીચામાં ૫૨૪૭૭.૭૭ સુધી આવી અંતે ૧૮૫.૯૩ પોઈન્ટ ઘટીને ૫૨૫૪૯.૬૬ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૧૫૮૩૫ થી ૧૫૭૨૪ વચ્ચે અથડાઈ અંતે ૬૬ પોઈન્ટ ઘટીને ૧૫૭૪૮
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૫૮૧૪.૭૦ સામે ૧૫૮૦૭.૫૦ મથાળે ખુલીને એફએમસીજી શેરો હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સહિતમાં તેજી અને ફાર્મા શેરોમાં સિપ્લાને મોર્ડના વેક્સિન માટે મંજૂરી મળતાં લેવાલી સાથે ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, દિવીઝ લેબ.માં તેજી થતાં અને પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, એશીયન પેઈન્ટસ, એચડીએફસી લિમિટેડ, ટાઈટન કંપની, ટીસીએસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં આકર્ષણે વધીને ૧૫૮૩૫.૯૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરો સાથે મેટલ-માઈનીંગ શેરોમાં હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલમાં વેચવાલી અને ઓઈલ-ગેસ શેરોમાં આઈઓસી, ઓએનજીસીમાં પ્રોફિટ બુકિંગ તેમ જ ઓટો શેરોમાં બજાજ ઓટો, મારૂતી સુઝુકી, આઈશર મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૫૭૨૪.૦૫ સુધી આવી અંતે ૬૬.૨૫ પોઈન્ટ ઘટીને ૧૫૭૪૮.૪૫ બંધ રહ્યો હતો.
જુલાઈ નિફટી ફયુચર ૧૫૮૫૪ થી ઘટીને ૧૫૭૯૨ : બેંક નિફટી ફયુચર ૩૫૫૧૬ થી ઘટીને ૩૫૨૦૮
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. નિફટી જુલાઈ ફયુચર ૧૫૮૫૪.૯૫ સામે ૧૫૮૪૪૩.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૫૮૬૦ થઈ ઘટીને ૧૫૭૫૮.૭૦ સુધી આવી અંતે ૧૫૭૯૨ રહ્યો હતો. બેંક નિફટી જુલાઈ ફયુચર ૩૫૫૧૬.૧૫ સામે ૩૫૨૫૦.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૫૪૬૭.૧૦ થઈ પાછો ફરીને નીચામાં ૩૫૦૯૦.૦૫ સુધી આવી અંતે ૩૫૨૦૮.૦૫ રહ્યો હતો.
બેંકેક્સ ૪૨૫ પોઈન્ટ ગબડયો : કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૨૪.૬૦ પોઈન્ટ ઘટીને ૩૯૫૯૩.૦૩ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૬.૭૦ ઘટીને રૂ.૧૭૦૫.૮૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૯૦ ઘટીને રૂ.૬૪૦.૨૦, એક્સીસ બેંક રૂ.૧૦.૩૦ ઘટીને રૂ.૭૫૨.૧૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૧૫ ઘટીને રૂ.૪૨૧.૫૦, ફેડરલ બેંક રૂ.૮૬.૫૦, સિટી ુયુનિયન બેંકર રૂ.૧ ઘટીને રૂ.૧૭૦, એચડીએફસી બેંક રૂ.૬.૫૦ ઘટીને રૂ.૧૫૦૧.૬૦ રહ્યા હતા. જ્યારે એયુ સ્મોલ ફાઈનાન્સ રૂ.૨૫.૪૫ વધીને રૂ.૧૦૭૫.૫૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૭.૬૫ વધીને રૂ.૧૦૧૫ રહ્યા હતા. આ સાથે ઈન્ડિયન બેંક રૂ.૧૦.૧૦ ઘટીને રૂ.૧૪૪.૫૫, બંધન બેંક રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૩૩૫.૭૦, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૦.૬૫ ઘટીને રૂ.૬૮૭.૫૦, સીએસબી બેંક રૂ.૯.૯૫ ઘટીને રૂ.૩૪૭.૫૫, બજાજ હોલ્ડિંગ રૂ.૮૮.૭૦ ઘટીને રૂ.૩૫૭૮, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૧૫ ઘટીને રૂ.૫૫.૮૫ રહ્યા હતા.
ઈન્સ્યોરન્સ શેરોમાં તેજી : ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ, જનરલ ઈન્સ્યોરન્સ, એન્જલ, જીઆઈસી હાઉસીંગ વધ્યા
ઈન્સ્યોરન્સ કંપનીઓના શેરોની સાથે આજે પસંદગીના ફાઈનાન્સ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ રૂ.૭.૨૫ વધીને રૂ.૧૭૨.૫૫, જનરલ ઈન્સ્યોરન્સ રૂ.૫.૬૫ વધીને રૂ.૨૦૪.૨૦, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૩૦.૩૦ વધીને રૂ.૧૮૧.૮૫, ચૌલા ફિન રૂ.૩૧.૨૦ વધીને રૂ.૬૮૫.૫૦, નેટવર્ક ૧૮ રૂ.૨ વધીને રૂ.૫૦.૬૫, સેન્ટ્રમ કેપિટલ રૂ.૧.૧૫ વધીને રૂ.૪૬.૯૫, એસબીઆઈ કાર્ડ રૂ.૧૪.૦૫ વધીને રૂ.૯૪૭.૫૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૫.૨૫ વધીને રૂ.૪૭૩.૩૫ રહ્યા હતા.
હેલ્થકેર ક્ષેત્રે પ્રોત્સાહનોએ શેરોમાં તેજી : સિક્વેન્ટ, લિન્કન ફાર્મા, સિપ્લા, અપોલો હોસ્પિટલ, ગ્લેન્ડ ફાર્મા વધ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ગઈકાલે નાણા પ્રધાને આપેલા પેકેજ-પ્રોત્સાહનોનું આકર્ષણ રહ્યું હતું. સિક્વેન્ટ સાઈન્ટિફિક રૂ.૩૦.૪૦ વધીને રૂ.૩૨૨.૩૦, લિન્કન ફાર્મા રૂ.૨૯.૨૦ વધીને રૂ.૩૪૫, ફર્મેન્ટા બાયો રૂ.૨૯.૬૫ વધીને રૂ.૩૬૦.૯૦, ન્યુલેન્ડ લેબ રૂ.૯૯.૩૫ વધીને રૂ.૨૦૮૭.૩૦, અપોલો હોસ્પિટલ રૂ.૧૩૬.૯૦ વધીને રૂ.૩૫૯૧.૯૦, અજન્તા ફાર્મા રૂ.૭૫.૮૫ વધીને રૂ.૨૦૮૩.૯૦, ગ્લેન્ડ ફાર્મા રૂ.૧૨૧.૨૦ વધીને રૂ.૩૩૭૦, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૮.૭૦ વધીને રૂ.૩૨૪.૮૫, મોરપેન લેબ રૂ.૧.૭૦ વધીને રૂ.૬૪.૧૦, સિપ્લાને મોર્ડનાની વેક્સિન માટે મંજૂરી મળતાં શેર રૂ.૧૬.૪૦ વધીને રૂ.૯૭૯.૦૫, ફાઈઝર રૂ.૮૨.૧૦ વધીને રૂ.૫૬૫૨.૩૦, ડો.લાલપથ લેબ રૂ.૪૫.૨૦ વધીને રૂ.૩૧૯૧, ફોર્ટિસ લેબ રૂ.૩.૩૫ વધીને રૂ.૨૪૦.૯૫, દિવીઝ લેબોરેટરીઝ રૂ.૫૩.૫૦ વધીને રૂ.૪૩૬૬.૫૦, થાયરોકેર રૂ.૧૪.૮૦ વધીને રૂ.૧૩૨૧.૯૫, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૪૪.૮૫ વધીને રૂ.૫૪૪૮.૯૫, ઈપ્કા લેબ રૂ.૯.૬૫ વધીને રૂ.૨૦૨૫ રહ્યા હતા.
મેટલ-માઈનીંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ : જિન્દાલ સ્ટીલ, સેઈલ, હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી વેચવાલી થતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૫૫.૫૬ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૬.૦૪ બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલ રૂ.૯.૨૫ ઘટીને રૂ.૩૯૯.૧૦, સેઈલ રૂ.૨.૮૫ ઘટીને રૂ.૧૩૦.૩૫, હિન્દાલ્કો રૂ.૮.૨૦ ઘટીને રૂ.૩૭૪.૧૫, એપીએલ અપોલો રૂ.૨૯.૮૦ ઘટીને રૂ.૧૫૭૩.૧૦, કોલ ઈન્ડિયા રૂ.૨.૬૫ ઘટીને રૂ.૧૪૪.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૮.૮૦ ઘટીને રૂ.૬૮૬.૬૦, ટાટા સ્ટીલ રૂ.૧૧.૬૦ ઘટીને રૂ.૧૧૭૨.૪૫, વેદાન્તા રૂ.૧.૧૦ ઘટીને રૂ.૨૬૬.૬૫ રહ્યા હતા.
ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : અદાણી ટોટલ ગેસ, આઈઓસી, ઓએનજીસી, ેએચપીસીએલ ઘટયા
ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે વેચવાલી થતાં બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૦૦.૫૩ પોઈન્ટ ઘટીને ૧૬૨૫૭.૦૩ બંધ રહ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ મજબૂત જળવાઈ રહી સાંજે બ્રેન્ટ ક્રુડ ૭૪.૯૨ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૭૩.૦૪ ડોલર નજીક રહ્યા હતા. અદાણી ટોટલ ગેસ રૂ.૫૬.૪૫ ઘટીને રૂ.૧૦૭૩.૪૦, આઈઓસી રૂ.૨.૬૫ ઘટીને રૂ.૧૦૮.૧૫, ઓએનજીસી રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૧૯.૪૫, એચપીસીએલ રૂ.૪.૬૫ ઘટીને રૂ.૨૯૨.૭૫, ગુજરાત ગેસ રૂ.૯.૪૦ ઘટીને રૂ.૬૬૨.૩૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૯૫ ઘટીને રૂ.૨૨૬ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ : ૧૬૩૯ શેરો નેગેટીવ બંધ : ૪૬૯ શેરોમાં તેજીની સર્કિટ
સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં ટ્રેડીંગ થયેલી કુલ ૩૩૫૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૮૭ અને ઘટનારની સંખ્યા ૧૬૩૯ રહી હતી. ૪૬૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે ૨૫૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૧૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની કેશમાં રૂ.૧૮૧૦ કરોડના શેરોની ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૧૬.૬૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૦,૯૩૨.૦૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૮૧૫.૩૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૮૧૦.૦૫ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૬૮૭.૩૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૮૭૭.૨૬કરોડની વેચવાલી થઈ હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3A4VAy2
via IFTTT
Comments
Post a Comment