વડોદરાઃ ધો.૧૦નુ પરિણામ મંગળવારે રાત્રે આઠ વાગ્યે જાહેર થયુ હોવાથી અને પરિણામ માત્ર સ્કૂલો જ જોઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓને પોતાના પરિણામની ખબર પડી નહોતી.જેના પગલે આજે સવારે આઠ વાગ્યાથી જ શહેરની સ્કૂલોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ પરિણામ જાણવા માટે ધસારો કર્યો હતો.
સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને પરિણામના પ્રિન્ટ આઉટ કાઢીને આપવામાં આવ્યા હતા.બોર્ડ દ્વારા પાછળથી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.તમામ સ્કૂલોનુ ૧૦૦ ટકા પરિણામ આવ્યુ હોવાથી સરેરાશ વિદ્યાર્થીઓ ખુશ હતા પણ તેજસ્વી વિદ્યાર્થીઓ પરિણામને લઈને નારાજ પણ હતા.તેમનુ માનવુ હતુ કે, જો પરીક્ષા લેવાઈ હોત તો વધારે માર્કસ આવી શક્યા હોત.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં ૪૨૮૫૨ વિદ્યાર્થીઓમાંથી ૭૦૩ વિદ્યાર્થીઓને એ-૧ ગ્રેડ એટલે કે ૯૧ થી ૧૦૦ ટકાની વચ્ચે માર્કસ મળ્યા છે.ગયા વર્ષની સરખામણીમાં આ કેટેગરીમાં માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UgFfpK
via IFTTT
Comments
Post a Comment