રૃક જાના નહીં, તું કંઈ હાર કે : કોરોનાએ થંભાવેલી જિંદગીને રફતારમાં લાવવા પ્રયાસ

- મોભી ગુમાવનારા ૭ પરિવારને દર માસે નાણાંકીય , શૈક્ષણિક સહાય શરૃ કરાઈ

ભુજ,સોમવાર

જે મહિલાએ પતિની હાજરીમાં ક્યારેય આાથક બોજ ઉપાડયો ન હોય એ મહિલાના ખભા ઉપર એકાએક પરિવારનો બોજ આવી પડે તો? કોરોનાએ પતિનું છત્ર છીનવી લીધું. પતિના અવસાન બાદ સંતાનોના ભવિષ્ય અને ઘરના નિર્વાહ માટે ખાનગી નોકરી સ્વીકારનાર મહિલાને પગાર શું મળે ? માત્ર ૫ હજાર  મહીને !. એની સામે પતિનું હોસ્પિટલનું ૭૬ હજારનું બિલ ચૂકવવાનું બાકી અને બબ્બે સંતાનોની ઉચ્ચ શિક્ષણ ની ફી ભરવાની જવાબદારી તો ખરી જ. આવા સંજોગોમાં શું કરવું? આવા અનેક કિસ્સા કચ્છમાં સામે આવ્યા છે. કોરોનાએ અનેક પરીવારનો પીંખી નાખ્યા છે ,ત્યારે નિરાધાર મહિલા અને બાળકોને શ્રેષ્ઠી દાતાઓની મદદ સહાય કરવાનું સેવા અભિયાન શરૃ કરાયું છે. જે હેઠળ ૭ પરીવારોને ઓળખી કાઢીને તેને સિાધયારો આપવાનો પ્રયાસ આરંભાયો છે. 

આ અંગે ભુજના સેવાભાવી મિતેષ શાહે જણાવ્યું હતું કે, આવો જ દર્દ ભર્યો કિસ્સો વિદેશ કમાવવા ગયેલા પરિવારનો છે. ત્યાં ઘરના મોભીને કોરોના થયો, પરિવાર વતનમાં હોઈ સારવાર માટે કચ્છ આવ્યા, અહીં ઠીક ન થયું તો અમદાવાદ ગયા, ત્યાં સારવારમાં કમાવેલી તમામ મૂડી ખર્ચી નાખી પણ જીવ ન બચાવી શકાયો. ઘરમાં બે સંતાનો પૈકી નાની દીકરીને એમ જ કહયું છે કે, પપ્પા વિદેશ છે. આ પરિવારમાં પણ ૩૧ વર્ષીય મહિલાએ  ઘર બહાર નીકળી નોકરી તો શોધી પણ પગાર ૪ હજાર રૃપિયા!!! આટલા નાણામાં ત્રણ જીવનું પૂરું કેમ થાય? તેમાંયે બે સંતાનના અભ્યાસ માટેની ફી તેમ જ અન્ય ખર્ચ તો બાકી જ!! આવી જ દાસ્તાન ૫૯ વર્ષીય વયસ્ક વિાધવાની છે, આ ઉંમરે કમાવવા બહાર જવું પડે તેમ છે. તો, પિયરીયા અને સાસરિયામાં એક પણ સ્વજન ન ધરાવતી ૩૧ વર્ષીય મહિલા માટે પણ કોરોનામાં પતિનું મૃત્યુ કઠીન પરીક્ષા લઈ આવ્યું છે. ૧૧ વર્ષ અને ૫ વર્ષના બે સંતાનોની જવાબદારી અને હાથમાં બચત નામ માત્રની!! ત્રણ સંતાનો ધરાવતા ૩૭ વર્ષીય અન્ય મહિલા માટે પણ કોરોનાનો વજ્રઘાત આકરો છે. આ થંભી ગયેલી જિંદગીઓને ફરી રફતારમાં લાવવા માટેનો પ્રયત્ન કરનાર મિતેષ શાહ કહે છે કે, લોકડાઉન વચ્ચે મોંઘવારીના આ સમયમાં મધ્યમવર્ગીય પરિવારો માટે  ઘર ખર્ચ કાઢવો મુશ્કેેલી ભર્યું છે. ખાનગી નોકરી સાથે પરિવારના એક માત્ર કમાનાર વ્યક્તિના મોત બાદ પરિવાર માટે જીવન નિર્વાહ કરવો પડકારરૃપ છે. આવા સંજોગોમાં સામાજિક જવાબદારીના ભાગ રૃપે આ અભિયાન શરૃ કરાયું છે. જે અંતર્ગત અત્યાર સુાધી આવા ૭ પરિવારો સંપર્કમાં આવ્યા છે. જેમને શ્રેી દાતાઓની મદદાથી દર મહિને ચોક્કસ મર્યાદામાં રોકડ નાણાકીય સહાયનું ચૂકવણું શરૃ કરી દેવાયુ છે. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય માટેની આાથક મદદ આપીને તેમને સિાધયારો આપવાનો આ નમ્ર પ્રયાસ છે. 

કચ્છના દાતાઓ મદદ માટે આગળ આવે 

 ઘરના મોભીઓ વગર એકાએક થંભી ગયેલી આવા પરિવારોની જિંદગીઓને પુનઃ રફતાર માં લાવવાનું કામ કપરું છે. આ મધ્યમવર્ગીય પરિવારોના મોભીઓ ખાનગી નોકરી કરતા હોઈ તેમની પાસે બચતના નામે પણ મીંડું છે. એટલે, મદદ માટેનું આ આયોજન લાંબા ગાળાનો સમય માંગી લે તેમ હોઈ અન્ય શ્રેીઓ પણ યાથા યોગ્ય યોગદાન આપે તો આવા પરિવારોની થંભી ગયેલી જિંદગી ચોક્કસ રફતારમાં આવશે જ. કોરોનાના કહેરે કઈક હસતી ખેલતી જિંદગીઓને રડતી કરી મૂકી છે. બની બનાવેલી દુનિયા ઉજાડીને જીવનની રાહ ઉપર કંટકો પાથરી દીધા છે. ત્યારે આવા પરિવારોની કંટકભરી રાહમાં વિસામો બનવા સામાજિક કાર્યકર  શાહે અપીલ કરી છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34xdsTR
via IFTTT

Comments