- અભિનેતા તેમના માટે ભંડોળ એકઠું કરી રહ્યો છે
મુંબઇ : વિવેક ઓબેરોય ફિલ્મોમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ તે પોતાના સદકાર્ય માટે ચર્ચામાં રહે છે. હાલ તે કેન્સરથી પીડીત બાળકો માટે ભંડોળ એકઠું કરી રહ્યો છે.
વિવેક ોબેરોય આવનારા ત્રણ મહિના માટે ૩,૦૦૦થી પણ અધિક કેન્સર પીડીત બાળકો માટે ભોજનની વ્યવસ્થાના પ્રયાસ કરી રહ્યો છે. તે પોતાની તરફથી તો યોગદાન આપી રહ્યો છે પરંતુ અન્યો પાસે પણ આ સદકાર્યમાં સહકાર ઇચ્છી રહ્યો છે.
અભિનેતા થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર લાઇવ જોવા મળ્યો હતો અને તેણે દરેક ક્ષેત્રના લોકો પાસેથી યથાશક્તિ મદદની વિનંતી કરી હતી. તેણે જણાવ્યું હતું કે વ્યક્તિનું ૧૦૦૦ રૂપિયાનું પણ દાન સીપીએની ફૂડ બેન્કને કેન્સરથી લડનારા બાળકો અને તેના પરિવારને ભોજન ઉપલબ્ધ માટે મદદ કરી શકે છે.તેણે કહ્યું હતુ ંકે, આ લોકો કેન્સર સામે લડી રહ્યા છે. આવો આપણે એક નિશ્ચય કરીએ કે તેમને ભૂખથી લડવું ન પડે. ચાલો આપણ ેભેગા મળીને આ કપરા સમયમાં એક બીજાની મદદ કરીએ. કહીને વિવેકે પોતાનો વીડિયો પુરો કર્યો હતો.
કેન્સર પીડીત ગરીબ બાળકોના માતા-પિતા પોતાના બાળકની સારવાર દરમિયાન પૂરતું ભોજન આપી શકે એ માટે પોતાનો આહાર નહીંવત કરીને ખાવાનું બચાવતા હોય છે. બાળકને સારા થવા માટે ઉચિત પોષણની આવશ્યકતા હોય છે. તેથી વિવેક એ બાબતે ધ્યાન આપી રહ્યો છે બાળકો સાથે તેમના માતા-પિતા પણ ભૂખ્યા ન રહે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3i0hYC3
via IFTTT
Comments
Post a Comment