મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી અંકુશમાં આવી રહી છે. દૈનિક દરદીની સંખ્યા, મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો છે. એટલું જ નહીં દરદીઓ કોરોનાથી મુક્ત થવાની સંખ્યા વધી ગઈ છે, પણ હજી કોરોનાનું સંકટ ટળ્યું નથી. આથી સરકારે સાવચેતીના પગલા તરીકે લોકડાઉન ૧૫ દિવસ વધારી દીધું છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા ૨૦૨૯૫ કેસ નોંધાયા છે અને ૪૪૩ દરદીઓએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ૩૧૯૬૪ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે. અને રાજ્માં અત્યારે ૨,૭૬,૫૭૩ કોરોનાના દરદી સક્રીય છે. જેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સરકારે ત્રણ કરોડ ૪૬ લાખ ૦૮ હજાર ૯૮૫ લોકોના કોરોના ટેસ્ટ કર્યા હતા. જેમાં પૈકી ૫૭૧૩૨૧૫ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે મૃતકોની સંખ્યા વધીને ૯૪૦૩૦ થઈ છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં આજ દિન સુધી કોરોનાના ૫૩,૩૯,૮૩૮ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે કે કોરોનાથી રિકવરીનું પ્રમાણ વધીને ૯૩.૪૬ થયું છે. અને અત્યારે રાજ્યમાં ૨૦,૫૩,૩૨૯ દરદી હોમ ક્વોરન્ટીન કરાયા છે. અને ૧૪૯૮૧ સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
રાજ્યના ૧૫ જિલ્લામાં કોરોનાના દરદીની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જેમાં મુંબઈ, થાણે, રાયગઢ, પુણે, નાશિક, જળગાંવ, નંદુરબાર, ધૂળે, ઔરંગાબાદ, લાતુર, નાંદેડ, નાગપુર, ભંડારા, ગોંદિયા અને ચંદ્રપુરનો સમાવેશ થાય છે.
મુંબઈમાં કોરોનાના નવા ૧૦૪૮ કેસ નોંધાયા છે. ૨૫ દરદીના મોત થયા છે. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૦૪૫૦૯ થઈ છે અને મરણાંકની સંખ્યા વધીને ૧૪૮૩૩ થઈ છે. એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મુંબઈમાં કોરોનાના ૧૩૫૯ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. એટલે કે અત્યાર સુધી કોરોનાના ૬૫૯૮૯૯ દરદી કોરોનાથી મુક્ત થયા છે. રિકવરીનું પ્રમાણ ૯૪ ટકા થયું છે. જ્યારે મુંબઈમાં કોરોનાના ૨૭૬૧૭ કોરોનાના એક્ટિવ કેસ છે. તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. મુંબઈમાં કોરોનાના દરદી બમણા થવાનો સમયગાળો વધીને ૩૯૯ દિવસ થયા છે, એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34vKi7q
via IFTTT
Comments
Post a Comment