ડિઝલના ભાવવધારાના વિરોધમાં હડતાળ પર જવાની ટ્રાન્સપોર્ટરોની ધમકી



મુંબઇ :  છેલ્લા એક વર્ષથી ઇંધણના વધતા જતા ભાવના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો ખાંડા ખખડાવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટરોના સંગઠને એવી ધમકી આપી છે કે  જો ઇંધણની કિંમતો વધતી નહિ અટકે તો અમે અમારૃકામકાજ બંધ કરી દઇશું.

ડિઝલ મોંઘુ થવાથી જીવનજરૃરી ચીજો સહિતના ઉત્પાદનોનાપરિવહનનો ખર્ચ વધી ગયો છે. છેલ્લા ૧ વર્ષમાં માલ સામાનના ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ ૩૦ ટકા વધી ગઇ છે એમ ટ્રાન્સપોર્ટરો કહે છે. ટ્રાન્સપોર્ટરોના દેશવ્યાપી સંગઠન ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઇએમટીસી) એ જણાવ્યું હતું કે ઇંધણના ભાવ ઉપરાંત ટોલ, ઇન્સ્યોરંસ, ટેક્સીસ, મેઇનટેનન્સ કોસ્ટ અને ટ્રાઇવરો તથા કર્મચારીઓના પગારને લીધે નાના  અને મધ્યમ કદના ટ્રાન્સપોર્ટરોની માઠી દશા બેઠી છે.

'જો ઇંધણની કિંમતો આ રીતે વધતી રહેશે તો અમારી પાસે હડતાળ પર ગયા સિવાયનો કોઇ વિકલ્પ નહિં રહે. સરકાર અમારી વાત સાંભળવા જ તૈયાર નથી. હવે અમે એવું નક્કી કર્યું છે કે આ બધુ આમ જ ચાલતુ રહેશે તો અમારા ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનો ઉભા રાખી દઇ વિરોધ નોંધાવશે' એમ એઆઇએમટીસીના પ્રમુખ બાલ મલકિત સિંહે કહ્યું હતું.

વડા પ્રધાન પહેલીવાર ટ્રક ડ્રાઇળરો સાથે વાત કરી પણ ડ્રાઇળરોને કોવિડ યોદ્ધાઓ તરીકે  માન્યતા નથી અપાઇ પોતાના જીવ જોખમમાં મુકીને દવાઓ અને ઓક્સિજન જેવી જીવનજરૃરી વસ્તુઓ પહોંચતી કરતા ડ્રાઇવરોને સરકાર તરફથી કોઇ ઇન્સેન્ટિન્સ કે સામાજિક સુરક્ષા નથી મળી એમ તેમણે ઉમેર્યું હતું.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34GeHzT
via IFTTT

Comments