- લગ્ન પછી તેને ફિલ્મોમાં કામ મળવાનું મુશ્કેલ થતા ભરેલુ પગલુ
મુંબઇ : બોલીવૂડ અને ટોલીવૂડ અભિનેત્રી કાજલ અગ્રવાલે ગયા વરસે બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે પોતાનું પરિણિત જીવન એન્જોય કરી રહી હતી. પરંતુ સાથેસાથે તેને કારકિર્દીની ચિંતા પણ થઇ રહી છે. ટોલીવૂડમાં ટોચ પર રહેલી આ અભિનેત્રીને હવે કામ નથી મળી રહ્યું પરિણામે તે મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતથી જ આ પ્રથા ચાલી આવી છે કે, લગ્ન પછી અભિનેત્રીઓને કામ મળવાનું બંધ અથવા તો ઓછું થઇ જતું હોય છે. કાજલ પણ આવી જ મુશ્કેલીનો સામનો કરી રહી છે. હવે તેના માટે એવા દિવસો આવી ગયા છે કે એક મનપસંદ ફિલ્મમાં કામ કરવા માટે તેણે પોતાની ફીમાં અડધો અડધ ઘટાડો કરી દીધો છે. તેણે આ ઓફર હાથમાંથી જતી ન રહે એ ડરથી આ નિર્ણય લીધો છે. જોકે તેના માટે આવો કપરો નિર્ણય લેવાનું સરળ નહોતું.
તેના વર્કફ્રેન્ટની વાત કરીએ તો, કાજલ ચિરંજીવી સ્ટારર ફિલ્મ આચાર્યામાં લીડ રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે પણ કામ કરી રહી છે. એટલું જ નહીં કાજલ કમલ હાસનની ઇન્ડિયન ટુમાં પણ જોવા મળવાની છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wJyeM8
via IFTTT
Comments
Post a Comment