ભુજ, સોમવાર
કચ્છમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. અઠવાડિયામાં તેની સંખ્યામાં ખાસો એવો ઘટાડો થયો છે. તેમાંય અંતિમ ચાર દિવસમાં આંક ૫૦ની અંદર આવી ગયો છે. વાતાવરણમાં ગમગીનીભર્યો માહોલ હતો તે પણ ઓસરી ગયો છે પરંતુ એનો આૃર્થ એવો નાથી કે, કોરોના ગયો છે. સંભવિત ત્રીજી લહેરની તેવી ચેતવણી જી.કેના તબીબ અને મેડીકલ કોલેજના પ્રોફેસરોએ આપી છે.
કેસની સંખ્યા ભલે ઘટ્ટી પણ સાવચેતીના પગલા રાખવા જરૃરી છે. હોસ્પિટલ મેડિસિન વિભાગના તબીબ ડો.યેશા ચૌહાણે કહ્યું કે, ત્રીજી લહેરની સંભાવના વચ્ચે એ લહેર આપના કચ્છમાં ન આવે તે માટે સંયમ જાળવવો જરૃરી છે. ત્રીજી લહેરને નાથવાનો આાધાર આપણે કેટલી જવાબદારીથી વર્તીએ છીએ તેના પર આાધારિત છે. હજુ રસીકરણે વેગ પકડયો નાથી, તેવામાં જૂનમાં ઢીલાશ બતાવીશું તો બાકીના સમયગાળો ભારે પડી શકે છે. માટે મહત્તમ રસીકરણ, માસ્ક પહેરવું, સોશ્યિલ ડિસ્ટેન્સિંગ જાળવવું તાથા વિવિાધ પધૃધતિ મુજબ જીવનશૈલી અપનાવી રોગપ્રતિકારક શક્તિ વાધારવી એ જ ઉકેલ છે. જી.કેના અિૃધક મેડીકલ સુપ્રિ. ડો.ટીલવાણીએ માનસશાસ્ત્ર દષ્ટિએ કહ્યું કે, સ્વયંશિસ્ત લુપ્ત થાય તે સાથે જ કોરોના ઉપાડો લે છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wOnlsu
via IFTTT
Comments
Post a Comment