છેલ્લા ૮ મહિનામાં આડેસરમાં અધધ રૃ.૨.૯૩ કરોડનો દારૃ પકડી પડાયો

ભુજ,રવિવાર

પૂર્વ કચ્છ ના પ્રવેશદ્વાર એટલે રાપર તાલુકા નું આડેસર ગામ. આ આડેસર ને ઉતર ભારત ના અનેક રાજ્યો નો વાહન વ્યવહાર સાથે નિશબત છે જેમાં રાજસૃથાન મધ્ય પ્રદેશ હરિયાણા પંજાબ દિલ્હી ઉત્તર પ્રદેશ સહિત ના અનેક રાજ્યોમાં થી કંડલા પોર્ટ. મુન્દ્રા અદાણી પોર્ટ તેમજ અન્ય અનેક કંપનીઓ મા માલ પરિવહન ની આવજાવ થાય છે એટલે માલ સામાન સાથે દારૃ  અને અન્ય બે નંબરીયા માલ સામાન ની હેરફેર થાય તે સ્વાભાવિક છે અને આ માટે પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના આ પોલીસ માથક હેઠળ પોલીસ માથકે થી પાંચ કિ.મી દૂર ચેક પોસ્ટ બનાવવા મા આવી છે પરંતુ રાજ્યના પોલીસ વડા એ આ ચેક પોસ્ટ નાબુદ કરવા નો હુકમ કર્યો છે ત્યારે આડેસર પોલીસ દ્વારા વાહન દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવે છે  આ ચેકિંગ દરમિયાન છેલ્લા આઠ માસમાં આડેસર પોલીસ દ્વારા રાજસૃથાન, હરિયાણા તેમજ અન્ય પ્રાંતાથી કચ્છમાં ઘુસાડવાનો હતો તેવો પાંચેક કરોડનો દારૃ ઝડપી પાડવામાં આવેલ છે.

 બોર્ડર રેન્જના આઇજી જે. આર. મોથાલીયા પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ભચાઉ પોલીસ ડીવીઝન ના નાયબ અિધક્ષક કે જી. ઝાલા રાપર સીપીઆઇ એમ એમ જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ આડેસરના  પીએસઆઇ ગોહિલ દ્વારા આડેસર પોલીસ સ્ટાફને સાથે રાખીને  ગત તા. ૨/૧૦/૨૦  થી તા. ૩૦/૫/૨૦૨૧ દરમિયાન એટલે કે આઠ માસ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૃ ૩૨  વખત પકડવા મા આવેલ જેમાં વિવિાધ પ્રકારના વિદેશી દારૃ અને મુદામાલ ની કિંમત રૃપિયા ૫.૦૯.૮૯.૬૬૦/= જેમાં વિદેશી દારૃ રૃપિયા ૨.૯૩.૪૪.૩૧૦/= અને વાહનો તેમજ અન્ય મુદામાલ ની કિંમત રૃપિયા ૨.૧૬.૪૫.૩૫૦ થાય છે. 

આમ માત્ર આઠ મહિના ના સમય દરમિયાન કચ્છમાં તો ઠીક પરંતુ સમગ્ર ગુજરાતમાં કદાચ આ આડેસર પોલીસ અવ્વલ નંબર પર હોય તો નવાઈ નહીં. રાજય ભર મા એક જ પોલીસ માથકમાં ત્રણ કરોડ ની કિંમત નો દારૃ અને બે કરોડ થી વાધુ મુદામાલ પણ એક જ પોલીસ માથક મા માત્ર આઠ માસ ના ગાળામાં પકડાયા નું કદાચ પ્રાથમ હશ. આડેસર પોલીસ માથક ના  પીએસઆઇ યુવરાજસિંહ ગોહિલે પોલીસ કર્મચારીઓ ની ટીમ બનાવી ટીમ વર્કર દ્વારા આડેસર તો ઠીક સમગ્ર વાગડ સહિત કચ્છમાં લોકચાહના મેળવી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vCa1ak
via IFTTT

Comments