- અભિનેતાએ તસવીર શેર કરીને આપી જાણકારી
મુંબઇ : બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને ૩૧મેના રોજ ૫૨ વરસ પુરા થઇ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આની જાણકારી તસવીર મુકીને આપી હતી.
બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ઇન્ડસ્ટ્રીમાં ૫૨ વરસ પુરા કર્યા છે. તેમણે સોશિયલમ મીડિયા પર તસવીર શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.અમિતાભની આ તસવીરની મધ્યમાં તેમજ આજુબાજુ તેમના પાત્રોના રૂપે તે જોવા મળી રહ્યા છે. તેમણે આ તસવીરમાં સાત હિંદુસ્તાનીથી લઇને તેમની રિલીઝ થનારી ફિલ્મોના પોતાના પાત્રો મુક્યા છે. તેમણે આ તસવીર સાથે કેપ્શન લખ્યું છે કે, ૫૨ વરસ. બહુ જ સુંદર...આ સંકલન માટે ઇફ મોસીસનો આભાર. હું એજ વિચારી રહ્યો હતો કે આ બધું તૈયાર કઇ રીતે થયું.
અમિતાભે પોતાની અભિનય ક્ષમતા અને ડાયલોગ બોલવાની અદાથી દર્શકોના દિલ જીતી લીધા છે. તેમણે ફિલ્મ સાત હિંદુસ્તાનીથી કારકિર્દીની શરૂઆત કરી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uF1dzd
via IFTTT
Comments
Post a Comment