મુંબઈ- ગોવા હાઈવે પર કેમિકલના ટેન્કરને કન્ટેનરે ટક્કર મારતા રસ્તા પર કેમિકલ ઢોળાયું



મૂંબઈ : મુંબઈ- ગોવા હાઈવે પર ખેડના ભોસ્ત ઘાટમાં આજે સાંજે સાડા પાંચ વાગ્યે એક કન્ટેનર ટેન્કરને ટક્કર મારતા ટેન્કરમાંનું કેમિકલ રસ્તા પર ઢોળાયું હતું. આ ઘટના બાદ અહીંથી પસાર થતા સાતથી આઠ ટુ- વ્હિલર સ્લીપ થયા હતા. આ ઘટના બાદ એક તરફનો રસ્તો સમગ્રપણે બંધ કરી સ્થાનિક પ્રશાસન અને ફાયર બ્રિગેડે રાહત કાર્ય હાથ ધર્યું હતું. ત્યારબાદ મોડી સાંજે ફરીથી રસ્તો શરૃ કરવામાં આવ્યો હતો.

જોકે આ દરમ્યાન ભારે ટ્રાફિક જામ થયો હતો. આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર ટક્કરને લીધે ટેન્કરમાં રહેલું ક્રિસ્ટલ એસ.પી. કેમિકલ રસ્તા પર ઢોળાયું હતું. આ કેમિકલ ઢોળાતા રસ્તો ચીકણો બની જતા સાતથી આઠ ટુ વ્હિલર સ્લીપ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ  સ્થાનિક પ્રશાસન અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામ હાથ ધર્યું હતું. આ દુર્ઘટનાને પરિણામે હાઈવે પર ભારે ટ્રાફિકજામ ઉભો થયો હતો.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fWB75f
via IFTTT

Comments