ફ્રેન્ચ ઓપન: ગત વર્ષની ચેમ્પિયન સ્યાન્ટેકનો વિજયી પ્રારંભઃ સિનરનો સંઘર્ષપૂર્ણ વિજય


પેરિસ: ગત વર્ષની ચેમ્પિયન અને બર્થ ડે ગર્લ ઇગા સ્યાન્ટેક ફ્રેન્ચ ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. તેણે તેની બેસ્ટ ફ્રેન્ડ અને સ્લોવેનિયાની ખેલાડી કેજા જુવેનને ૬-૦,૭-૫થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પોતાના ૨૦મા જન્મદિવસની ઉજવણી કરી રહેલી સ્યાન્ટેકે જણાવ્યું હતું કે પોતાની શ્રેષ્ઠ ફ્રેન્ડ સામે રમવું સરળ હોતું નથી. તમારે કમસેકમ બે કલાક માટે ફ્રેન્ડશિપ બ્લોક કરી દઈને રમત પર ધ્યાન આપવું પડે છે. મને લાગે છે કે હું તે યોગ્ય રીતે કરી શકી છું. 

પહેલા સેટમાં સમખાવા પૂરતો વિનર ન ફટકારી શકેલી જુવેને બીજા સેટમાં સ્યાન્ટેકનો મક્કમ પ્રતિકાર કર્યો હતો. ૧૦૧મી ક્રમાંકિત જુવેને બીજા સેટમાં સ્યાન્ટેકનો બરોબરની ટક્કર આપી હતી.સ્યાન્ટેક બીજા રાઉન્ડમાં સ્વીડનની રેબેક્કા પીટરસન સામે ટકરાશે. તેણે અમેરિકાની શેલ્બી રોજર્સને પહેલા રાઉન્ડમાં ૬-૭ (૩), ૭-૬(૮), ૬-૨થી હરાવી હતી. મેચ જીત્યા પછી આશ્વસ્ત બનેલી સ્યાન્ટેકે જણાવ્યું હતું કે એટલી શાંતિ છે કે આગામી મેચોમાં  આ પ્રકારનું માનસિક દબાણ નહીં હોય. 

ઇટાલીના આશાસ્પદ ખેલાડી જેનિક સિનરે ફ્રાન્સના હ્યુજીસ હર્બર્ટ સામે પહેલા રાઉન્ડમાં વિજય મેળવવા માટે ખાસ્સો પરસેવો વહાવવો પડયો હતો. તેણે હર્બર્ટ સામે પાંચ સેટના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૬-૧, ૪-૬, ૬-૭(૪), ૭-૫,  ૬-૪થી વિજય મેળવ્યો હતો. ૧૯ વર્ષનો સિનર ગયા વર્ષે ફ્રેન્ચ ઓપનમાં પ્રથમવ વખત રમતી વખતે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો હતો. તે ચોથા સેટમાં ૫-૪થી પાછળ હતો ત્યાર હર્બર્ટનો બેકહેન્ડ વાઇડ જતાં ૧૯ વર્ષના આ ખેલાડીને લાઇફલાઇન મળી હતી. આમ ફ્રેન્ચ ઓપનમાં થિયેમ પછી બીજો અપસેટ સર્જાતા રહી ગયો હતો.  હર્બર્ટ એક સમયે મેચ જીતવાની નજીક પહોંચી ગયો હતો, પરંતુ સિનરના ગ્રાઉન્ડ સ્ટ્રોકે તેને દોડતો રાખ્યો હતો. સિનરનો સામનો હવે ઇટાલિયન ગિયાનલુકા મેગર સામે થશે. તે ચોથા રાઉન્ડમાં ૧૩ વખતના ચેમ્પિયન નડાલ સામે ટકરાઈ શકે છે. 




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34wxBcJ
via IFTTT

Comments