મુંબઈ
દેસભરમાં કકોરોના વેક્સિનની અભૂતપૂર્વ ખેંચ ઊભી થઈ છે તેને પહોંચી વળવા કેન્દ્ર સરકારે કદમ ઊઠાવ્યા છે. જૂન મહિના માટે જાહેર કરવામાં આવેલા ક્વોટા મુજબ મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ બંગાળ અને તામલિનાડુને રસીના ચાર કરોડ ડોઝ પૂરા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર તરફથી ભારતમાં જઉત્પાદિત બે વેક્સિનનો પુરવઠો આપપવામાં આવશે. એમાં રશિયાથી આવેલી સ્પુતનિક રસીનો સમાવેશ કરવામાં નહીં આવે.
કેન્દ્ર સરકારે રસીકરણ યોજનાની મોટી મોટી જાહેરાતો કરી. પણ રાજ્યોને પૂરતી રસી પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ હતી એટલે જ એપ્રિલ મહિનાની સરખામણીએ મેમાં રસીકરણમાં ૪૦ ટકા ઘટાડો થયો હતો. કોરોના મહામારી સામે ટકી રહેવા રસી જ અસરકારક શસ્ત્ર છે. પરંતુ રસીના ઓછા પુરવઠાને કારણે વેક્સિનની કામગીરી ખોરવાઈ જાય છે.
કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં દેશની ૧૩૦ કરોડ જનતાને કોરોનાની રસી અપાઈ જશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34zM9YS
via IFTTT
Comments
Post a Comment