મહારાષ્ટ્રમાં અવરિત કોરોનાની મહામારી આટોપી જવાની દિશામાં : દૈનિક નવા કેસમાં ઘટાડો




મુંબઇ :  મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી છે. દરદીઓની દૈનિક સંખ્યામાં તથા મૃતકોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. પણ હજી કોરોનાનું સંકટ ટળ્યું એમ ન કહેવાય એમ રાજ્ય સરકાર કહે છે. ત્રીજી લહેરની શક્યતાને ધ્યાનમાં રાખીને સાવચેતી રીતે રાજ્ય સરકાર લોકડાઉનના પ્રતિબંધો હળવા કરી રહી છે. જોકે મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૫,૦૭૭ કેસ નોંધાયા હતા અને માત્ર ૧૮૪ દરદીઓ કોરાનાના ભોગ બન્યા હતા. જ્યારે ૩૩ હજાર દરદીઓ સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. અને રાજ્યમાં આજ દિન કોરોના ૨,૫૩,૩૬૭ દરદી સક્રીય છે. એટલે કે એક્ટીવ કેસમાં પણ ઘટાડો નોંધાયો હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં આજ સુધી ૩ કરોડ ૫૦ લાખ ૫૫,૦૫૪ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. એમાં પૈકી કોરોનાગ્રસ્તની સંખ્યા  ૫૭,૪૬,૮૯૨ નોંધાઇ છે. એટલે કે દરદીનું પ્રમાણ ૧૬.૩૯ ટકા રહ્યું છે. અને રાજ્યમાં કોરોનાના મૃત્યુ પામેલાની સંખ્યા ૯૫૩૪૪ થઇ છે.

જ્યારે રાજ્યમાં કોરોનાના ૫૩,૯૫,૩૭૦ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે કે કોરોનાથી રિકવરીનું પ્રમાણ ૯૩.૮૮ ટકા થયું છે. આ સિવાય રાજ્યમાં અત્યારે ૧૮,૭૦,૩૦૪ દરદી હોમ ક્વોરન્ટાઇન અને ૧૦૭૪૩ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટાઇન થયા છે, એમ રાજ્યના આરોગ્ય વિભઆગે જણાવ્યું હતું. 

મુંબઇમાં કોરોનાના દરદીની સંખ્યામાં આજે ધરખમ ઘટાડો આવ્યો છે. શહેરમાં આજે કોરોનાના નવા ૬૭૬ કેસ નોંધાયા છે. અને ૨૯ દરદીએ પ્રાણ ગુમાવ્યો છે. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૦૬૨૫૧ થઇ છે. અને મરણાંકની સંખ્યા ૧૪૮૮૪ થઇ છે. એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

જ્યારે મુંબઇમાં આજે કોરોનાના ૫૫૭૦ દરદી સાજા થતાં અત્યાર સુધી ૬૬૬૭૯૬ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ વધીને ૯૪ ટકા થયું છે. અને શહેરમાં કોરોનાના ૨૨૩૯૦ એક્ટીવ કેસ છે. એમ આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું.

મુંબઇમાં કોરોનાના દરદી બમણા થવાનો સમયગાળઓ વધીને ૪૩૩ દિવસ થયો છે. એટલે કે  ૨૪મે થી ૩૦મે સુધી કોરોનાનો ગ્રોથ રેટ ૦.૧૫ ટકા થયો છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SE129X
via IFTTT

Comments