એન્ટીઓક્સિડંટનો ઉત્તમર સ્ત્રોત ગણાતી કેરી કોરોનામાંથી સાજા થવામાં ફાયદાકારક


મુંબઈ :  કેરીમાં મોટા પ્રમાણમાં વિટામીન એ, વિટામીન સી હોય છે તેમજ કેરીએ એન્ટીઓક્સિડંટનો ઉત્તમર સ્ત્રોત હોવાથી કોરોનામાંથી સાજા થવા માટે ખૂબ ફાયદાકારક છે. તેવું વનસ્પતિ અધ્યાપક ડૉ. મહેશ કુલકર્ણીએ કહ્યું હતું. કુલકર્ણીએ જણાવ્યું હતું કે, 'કોકણ કૃષિ વિદ્યાપીઠે વિકસાવેલી અનેક ટેકનોલોજીને લીધે કેરીનો ફક્ત કોકણમાં જ નહીં પણ દેશ આખામાં મોટા  પ્રમાણમાં પ્રસાર છે. કોકણ કૃષિ વિદ્યાપીઠે નર્સરીના માધ્યમથી અત્યાર સુધીમાં મોટા પ્રમાણમાં કલમોની નિર્મિતિ કરીને કેરી માટેના ક્ષેત્રમાં વધારો તેમજ કૃષિ શિક્ષણ અને માળી પ્રશિક્ષણ દ્વારા કુશળ મનુષ્યબળ નિશ્ચિત કરીને મોટા પ્રમાણમાં રોજગાર નિર્માણ કર્યા છે.

દેવગઢના એક કેરી ઉત્પાદકે જણાવ્યું હતું કે, 'આંબાના પ્રકારોમાં દેવગઢ હાફુસ એ અતિ નાજૂક જાતિની કેરી હોવાથી તેને મહોર આવ્યા બાદ તેની વિશેષ કાળજી કરવી પડે છે. કોરોનાને લીધે ગત વર્ષે લોકડાઉન લાગુ થવાથી મોટુ નુકસાન થયુ ંહતું. હવે ૬૦ ટકા ઉત્પાદન બાગમાંથી સીધું ગ્રાહક સુધી પહોંચે છે.'




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TuZTlA
via IFTTT

Comments