મહિનાઓ બાદ કચ્છમાં કોરોનાથી એક પણ મોત નહિં, કેસો ઘટીને ૩૬

ભુજ,રવિવાર

કચ્છ જિલ્લામાં અંદાજે બે માસ બાદ પ્રાથમ વખત એવુ બન્યુ છે કે, કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નાથી. જે કચછવાસીઓ માટે મોટા રાહતના સમાચાર છે. તો વળી, કેસો ઘટીને ૩૬ પહોંચતા લોકોના મનમાંથી કોરોનાનો ડર ઓછો થઈ રહ્યો છે. 

કચ્છમાં કોરોનાના આજે સાવ ૩૬ કેસો નોંધાયા હતા. દિવસો પછી કેસો સાવ ઘટયા હતા. એટલુ જ નહિં, આજે અંદાજે બે મહિનાના લાંબા સમયગાળા બાદ કોરોનાથી એક પણ દર્દીએ જીવ ગુમાવ્યો ન હતો. આજે નોંધાયેલા ૩૬ કેસો પૈકી અબડાસા તાલુકામાં ૫, અંજાર તાલુકામાં ૨, ભચાઉ શહેરમાં ૧, ગ્રામિણ વિસ્તારમાં ૨, ભુજ શહેરમાં ૩ અને ગ્રામિણ વિસ્તારમાં ૪, ગાંધીધામ શહેરમાં ૩, ગ્રામિણમાં ૧, માંડવી શહેરમાં ૧, ગ્રામિણમાં ૩, મુંદરા શહેરમાં ૨, ગ્રામિણમાં ૧, નખત્રાણા તાલુકામાં ૩ અને રાપર તાલુકામાં ૫ એમ શહેરી વિસ્તારમાં ૧૦ અને ગ્રામિણ વિસ્તારમાં ૨૬ કેસો મળીને આજે ૩૬ કેસો નોંધાયા હતા.છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો ઘટવા માંડયા છે જેમાં ગ્રામિણ વિસ્તારમાં હજુ કોરોનાના કેસો બતાવે છે. એકટીવ કેસો ઘટીને ૨૬૭૯ થયા છે. કુલ કેસોનો આંક ૧૨૨૮૦ થયો છે. દરમિયાન આજે ૧૭૮ દર્દીઓ સાજા થયા હતા. લખપત તાલુકામાં આજે એક પણ કેસ નોંધાયો નાથી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R4rtVM
via IFTTT

Comments