ભુજ, સોમવાર
કચ્છમાં કોરોનાની રફતાર ઘટી હોય તેમ હવે દિવસે દિવસે પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે ૩૬ કેસ નોંધાયા બાદ આજે ૬નો ઘટાડો થતા માત્ર ૩૦ કેસ સામે આવ્યા છે. જો કે, આજે એક દર્દીનું મોત નીપજ્યું છે.
આ અંગે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સૌથી વધુ કેસ ભુજ તાલુકામાં નોંધાયા છે. ભુજ તાલુકામાં ૮ કેસ, માંડવીમાં ૪, નખત્રાણામાં ૪, ગાંધીધામમાં ૩, અંજારમાં ૩, ભચાઉમાં ૨, લખપતમાં ૨, મુંદરામાં ૨, રાપરમાં ૧, અબડાસામાં ૧ કેસ નોંધાયા છે. આમ, શહેરી વિસ્તારમાં ૯ તાથા ગ્રામીણ વિસ્તારમાં ૨૧ સાથે કુલ ૩૦ કેસ સામે આવ્યા છે. જ્યારે બીજીતરફ ૧૯૪ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. આમ, કચ્છમાં એક્ટિવ કેસ ૨૫૧૫, નોંધાયેલા કુલ કેસ ૧૨૩૧૦, કુલ મોત ૨૭૬, તાથા આજ સુાધી સાજા થઈ રજા આપેલા ૯૬૮૩ કેસ નોંધાયા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RYWfQr
via IFTTT
Comments
Post a Comment