પુણેમાં આત્મહત્યા કરવા ગયેલી મહિલાના પુત્ર, પુત્રીનું મોત : બુલઢાણામાં યુવકે પુત્ર સાથે જીવન ટૂંકાવ્યું


મુંબઈ :  મહારાષ્ટ્રના પુણેમાં પતિ સાથે ઝઘડા બાદ આત્મહત્યા કરવા ગયેલા મહિલાના પુત્ર,  પુત્રીનું પાણીમાં ડૂબી જતા મોત થયુ હતુ. જયારે મહિલાને બચાવવામાં આવી હતી. આ  સિવાય  બુલઢાણામાં પત્ની સાથે વિવાદ થતા યુવકે તેના દોઢ વર્ષના પુત્ર સાથે ગળાફાંસો ખાધો હતો.

પુણે નજીક બારામતીના પિંપળી ગામમાં રહેતા  અતુલ સૂર્યવંશીનો તેની પત્ની અંજલી સાથે જોરદાર ઝઘો થયો હતો. આથી અંજલી તેના પુત્ર શૌર્ય અને પુત્રી દિવ્યા સાથે પાણી ભરેલા ખાડામાં ઝંપલાવી દીધુ  હતુ. દરમિયાન અંજલી બચાવી લેવામાં આવી હતી. પણ તેના પુત્ર, પુત્રીએ જીવ ગુમાવ્યો હતો.

બુલઢાણામાં કુંદેગામમાં દિનેશ વાનખેડનાં તેની પત્ની સાથે વિવાદ શરૃ  હતો. આથી દિનેશે તેના દોઢ વર્ષના પુત્ર રોશનની ઓઢણીથી ગળુ દબાવી હત્યા કરી હતી. પછી પોતે પણ ઝાડ પર દોરીથી ગળાફાંસો ખાધો હતો પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uvA9Ch
via IFTTT

Comments