મુંબઇ
બઢતીમા આરક્ષણ આ તો પછાતવર્ગના લોકોનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે બઢતીમા આરક્ષણ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લેવાનો નિર્દેશ આપ્યો છે. એ નિર્ણય મુજબ બઢતીમા આરક્ષણ નો નિર્ણય રાજ્ય સરકાર એ ઝડપથી લેવો આ માગણી લઈને આવતા ૧ જૂનથી ૭ જૂન સુધી રિપબ્લિકન પાર્ટી આફ ઈન્ડિયા તરફથી મહારાષ્ટ્ર ના બધા જીલ્લામાં આંદોલન કરવામાં આવશે, એવી ઘોષણા રિપબ્લિકન પાર્ટી આફ ઈન્ડિયા ના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ આજે કરી હતી. મહાવિકાસ આઘાડી સરકાર પોતાને પુરોગામી તરીકે કહે છે તો પણ બઢતીમા આરક્ષણ આપવાના મુદ્દે મહાવિકાસ આઘાડી નો બુરખો ટરાટર ફાટી ગયો છે. મહાવિકાસ આઘાડી સરકાર આ પછાતવર્ગના વિરોધમાં હોવાનું સાબિત થયું છે. પછાતવર્ગને બઢતીમા આરક્ષણ આપવાનો નિર્ણય આ સરકાર એ વિનાવિલંબે લઈને પછાતવર્ગને રાહત આપવી, આ માગણી લઈને રાજ્ય માં સર્વત્ર દરેક જીલ્લા કલેક્ટર અને તહેસિલદાર કચેરી સામે ૧ થી ૭ જૂન. સુધી રિપબ્લિકન પાર્ટી તરફથી બઢતીમા અનામત આંદોલન સપ્તાહ જાહેર કરવામાં આવ્યો છે. કોરોનાના નિયમોનું અનુસરણ કરીને, ગિર્દી, ભીડ ટાળીને આ બઢતીમા અનામત આંદોલન કરવાની સૂચના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ને કરી હોવાનું પાર્ટીના નેતા હેમંત રણપિસેએ જણાવ્યું છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34uxNZZ
via IFTTT
Comments
Post a Comment