- ફિલ્મ ઇન્દુ કી જવાની જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું
મુંબઇ : કોરોના મહામારીએ બોલીવૂડની વધુ એક હસ્તીનો જીવ લીધો છે. ગયા વરસે થિયેટરમાં રિલીઝ થયેવી ફિલ્મ નિર્માતા રાયન સ્ટીફનનું કોરોનાથી નિધન થઇ ગયું છે. તેઓ ૫૦ વરસના હતા. તેણે ફિલ્મ ઇન્દુ કી જવાનીનું નિર્માણ કર્યું હતું.
ફિલ્મ ઇન્દુ કી જવાનાની દિગ્દર્શક અબીર સેનગુપ્તાએ જણાવ્યું હતું કે, રાયન છેલ્લા થોડા દિવસોથી ગોવામાં જ રહેતો હતો. તેને કોરોના થયો હોવાથી ગોવાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું શનિવારે સવારે ૨૯ તારીખે અવસાન થઇ ગયું હતું. અમે એક હસમુખ વ્યક્તિને ગુમાવ્યો છે તેવી દિલસોજી દિગ્દર્શકે વ્યક્ત કરી હતી.
રાયન સ્ટીફન કરણ જોહરના પ્રોડકશન હાઉસ સાથે પણ કામ કરી ચુક્યા હતા. તેમણે કિયારા અડવાણી અને આદિત્ય સીલ સ્ટારર ઇન્દુ કી જવાની ઉપરાંત શોર્ટ ફિલ્મ દેવીનું નિર્માણ પણ કર્યું હતું. જેમાં તેમણે કાજોલ સાથે કામ કર્યું હતું.
કિયારાએ રાયનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, અમારો વહાલો રાયન સ્ટીફન અમને બહુ જલદી છોડીને જતો રહ્યો. જ્યારે મનોજ બાજપેયીએ જણાવ્યું હતું કે, અમારા માટે આ શોકિંગ ન્યુઝ છે. તેઓ એક પ્રમાણિક વ્યક્તિ હતા. મને તો આ વાત સાચી જ નથી લાગતી. હું તને બહુ મિસ કરીશ દોસ્ત કહીને શોક વ્યક્ત કર્યો હતો.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vA8Bx2
via IFTTT
Comments
Post a Comment