ગોંદિયામાં યુવાનનું કસ્ટડીમાં મૃત્યુઃ 4 પોલીસકર્મી સામે ગુનો નોંધાયો


મુંબઈ :  જાલનામાં ભાજપના પદાધિકારીની બેરહેમ મારપીટના વીડિયોથી ઉહાપોહ મચ્યો છે ત્યાં ગોંદિયામાં એક યુવાનની કસ્ટડીમાં ખૂબ મારપીટ કરવામાં આવતા તેનું  મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના બાદ સ્ટેટ સીઆઈડીએ એક પોલીસ ઈન્સ્પેક્ટર સહિત ચાર પોલીસકર્મી સામે ગુનો નોંધ્યો હતો.

આ પ્રકરણે વિગતાનુસાર આમગાવ તાલુકાના એક આરોપી રાજકુમાર ધોતી (૩૦)નું ૨૨ મેના રોજ વહેલી સવારે મૃત્યુ થયું હતું. રાજકુમારને પોલીસે કસ્ટડીમાં દંડા અને ચામડાના પટ્ટાથી ખૂબ માર્યો હોવાથી તેનું મૃત્યુ થયું હોવાનું કહેવાય છે.

આ બાબતની ફરિયાદ સ્ટેટ સીઆઈડીના ગોંદિયાના પી.આઈ. વિનોદ વાકડેએ કરી હતી. તે મુજબ એક પોલીસ ઈન્સ્પેક્ટર સહિત ચાર પોલીસ કર્મી સામે આઈપીસીની કલમ ૩૦૨, ૩૩૦, ૩૪ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ux6sRl
via IFTTT

Comments