- 1, જૂને તમામ કુદરતી પરિબળો સાનુકુળ થવાનો સંકેત : મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે વર્ષા
મુંબઇ
ભારત હવામાન ખાતાએ આજે એવો સંકેત આપ્યો હતો કે નૈઋત્યના ચોમાસાનું આગમન કેરળના સમુદ્રકાંઠા પર બે દિવસ વિલંબથી થવાની શક્યતા છે. એટલે કે નૈઋત્યના ચોમાસાનું આગમન ભારતમાં કેરળના દરિયાકિનારે ૩, જૂને થાય તેવા કુદરતી પરિબળો આકાર લઇ રહ્યા છે.
હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેકટર જનરલ તે.કે.એસ. હોસાલીકરે ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે નૈઋત્યના વરસાદી પવનોને કેરળના સમુદ્રકાંઠા તરફ આગળ વધવા વધુ સાનુકુળ પરિબળોની જરૂર રહે છે. એટલે કે નૈઋત્યના પવાનોને કેરળના દરિયાકાંઠા તરફ આગળ વધવા સમુદ્રની સપાટીથી ચાર (૪) કિલોમીટરના પટ્ટામાં હવાનું દબાણ ૬૦૦ હેકટાપાસ્કલ (એચ.પી.એ) હોવું જરૂરી હોય છે. આ પ્રકારના પવનોની દિવાલ સતત ચાર કિ.મી.ના અંતરે સર્જાય અને આગળ વધતી રહે ત્યારે નૈઋત્યનું ચોમાસુ સરળતાથી કેરળના સમુદ્રકાંઠા તરફ આવી શકે છે.
હાલ આ પ્રકારના કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. અને ૧ જૂન સુધીમાં નૈઋત્યના ભરપૂર ભેજવાળા પવનો વધુ બળવતર બનીને આગળ વધશે.
આવાં તમામ પ્રાકૃતિક પરિબળોને ધ્યાનમાં રાખીએ તો નૈઋત્યનું ચોમાસુ ભારતના કેરળના દરિયાકાંઠે બે દિવસ વિલંબથી એટલે કે ૩, જૂને આગમન કરે તેવી શક્યતા છે. કુદરતી પરિબળો કદાચ પણ વધુ સાનુકુળ બનશે તો વર્ષીઋતુનું રૂમઝૂમ આગમન ૨, જૂને પણ થઇ જાય એવી શક્યતા પણ ખરી, એવો સંકેત પણ હવામાન ખાતાએ આપ્યો હતો.
ડૉ. કે.એસ. હોસાલકરે 'ગુજરાત સમાચાર'ને એવી માહિતી પણ આપી હતી કે ૨૭ થી ૩૦, મે દરમિયાનના ચાર દિવસ દરમિયાન નૈઋત્યનું ચોમાસુ કેરળ ભણી આગળ નથી વધ્યું. કુદરતી પરિબળો સાનુકુળ નહીં હોવાથી મેઘરાજાની સવારી આગળ વધી શકી નથી. આમ છતાં ૧, જૂને તમામ કુદરતી પરિબળો વરસાદી વાદળો, નૈઋત્યના ભેજવાળા પવનો, પવન ગતિ વગેરે સાનુકુળ બને તેવાં પરિબળો ગૂંથાઇ રહ્યાં છે.
હવામાન ખાતાના સિનિયર વિજ્ઞાાની શુ ભાંગી ભૂતેએ એવી માહિતી આપી હતી કે આજે નાશિકના નિફાડ અને તેની નજીકનાં સ્થળોએ ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p3X8mV
via IFTTT
Comments
Post a Comment