મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં 22 હજારથી વધુ દર્દી સાજાં થયાં


મુંબઈ

મહારાષ્ટ્રમાં આજે ૨૨,૫૩૨ દર્દીઓને રજા આપવામાં આવી. રાજ્યમાં એકંદરે અત્યાર સુધીમાં કુલ ૫૩,૬૨,૩૭૦ દર્દી સાજાં થઈ ગયાં છે. જે દર્શાવે છે કે અત્યારે રાજ્યનો રીકવરી રેટ ૯૩.૫૫ ટકા છે. છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૮,૬૦૦ નવા દર્દી નોંધાયા છે. જે અત્યારસુધીનો કુલ કોરોનાગ્રસ્તોનો આંકડો ૫૭,૩૧,૮૧૫ જેટલો દર્શાવે છે. 

રાજ્યમાં ગત ૨૪ કલાકમાં ૪૦૨ દર્દીના મોત થયાં છે. હાલ રાજ્યમાં મૃત્યુદર ૧.૬૫ ટકા જેટલો છે. રાજ્યભરમાં અત્યારે ૧૯,૯૮,૯૭૬ દર્દી હોમ ક્વૉરેન્ટીન તો ૧૨,૯૮૧ દર્દી સંસ્થાત્મક ક્વૉરેન્ટીન છે. દરમ્યાન આજની તારીખે રાજ્યમાં ૨,૭૧,૮૦૧ એક્ટિવ કેસ છે. 

મુંબઈ શહેરની વાત કરીએ તો કેસ ઘટતાં ઘટતાં ફરી થોડાં ઉચ્ચાંકે આવીને સ્થિર થયાં છે. છેલ્લાં ૨૪ કલાકમાં શહેરમાં નવા ૧૦૬૬ દર્દી નોંધાયા છે. જે સાથે શહેરના કુલ કોરોનાગ્રસ્તોનો આંકડો ૭,૦૫,૫૭૫ જેટલો થયો છે. આજે નવા ૧,૩૨૭ દર્દીને રજા આપતાં કુલ સાજાં થઈને અત્યાર સુધીમાં ૬,૬૧,૨૨૬ દર્દી ઘરે પાછાં ફર્યા છે. જે શહેરનો રીકવરી રેટ ૯૪ ટકા થયો હોવાનું સૂચવે છે. અત્યારે કુલ એક્ટિવ કેસ ૨૭,૩૨૨ છે. શહેરમાં ૨૨ જણને છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના ભરખી ગયો છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૧૪,૮૫૫ દર્દીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યાં છે. શહેરનો ડબલિંગ રેટ ૪૧૪ દિવસનો થયો છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c32BVI
via IFTTT

Comments