- એકનજરઆતરફ - હર્ષલપુષ્કર્ણા
- ‘ઊડતી શબપેટી’ કહેવાતા મિગ-21માં વીરગતિ પામેલા સ્ક્વો ડ્રન લીડર અભિનવ ચૌધરી જેવા પાઇલટોને શાબ્દિ-ક અંજલિ.
વીસેક વર્ષ પહેલાં બનેલી સત્ય ઘટના છે. તારીખ સપ્ટેણમ્બેર ૧૭, ૨૦૦૧ અને સમય રાત્રિનો હતો. રાજસ્થા નના સુરતગઢમાં ભારતીય એર ફોર્સ સ્ટે્શનમાં મિગ-21 વિમાનોની એક ટુકડી ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી. પાઇલટોને રાત્રિના અંધકારમાં વિમાન સંચાલનનો મહાવરો મળે એ ખાતર ‘ટેસ્ટ ફ્લાઇટ’ યોજવી વાયુ સેના માટે રોજિંદો ક્રમ છે. પાંચ-સાતના જૂથમાં મિગ-21 વિમાનો આકાશમાં ચડી નિર્ધારિત સફર ખેડી પાછાં ફરે, જે દરમ્યા ન વાયુ સેનાના પ્રશિક્ષકો પ્રત્યેીક વિમાનના પાઇલટની કામગીરીનું મોનિટરિંગ કરે એ ‘ટેસ્ટમ ફ્લાઇટ’નો મુખ્યા ઉદ્દેશ હોય છે.
સપ્ટેામ્બદર ૧૭, ૨૦૦૧ની રાત્રે ૨૭ વર્ષીય ફ્લાઇટ લેફ્ટનન્ટ્ અભિજિત ગાડગિલ સુરતગઢ એર ફોર્સ સ્ટેશશન પર તૈનાત હતા. ઉડ્ડયનનો એ દિવસ પૂરતો તેમનો ક્વોટા પૂરો થઈ ચૂક્યો હોવાથી હવે તેમણે વધુ ફ્લાઇટ યોજવાની નહોતી. પરંતુ રાત્રે અણીના મોકે એક પાઇલટે નાદુરસ્ત્ તબિયતને કારણે ગેરહાજર રહેવાનું થયું. નસીબનો ખેલ કે તેનો ખાલીપો ભરવાની ડ્યૂટી ફ્લાઇટ લેફ્ટનન્ટ અભિજિત ગાડગિલના શિરે આવી. વિમાન સંચાલનનો બહોળો અનુભવ ધરાવતા ગાડગિલ તેમના મિગ-21ની કોકપિટમાં ગોઠવાયા. સાથી પાઇલટો જોડે પોતાનું પણ વિમાન રન-વેના છેડે લાવીને ઊભું રાખ્યું અને કન્ટ્રો લ ટાવર તરફથી ટેક-ઓફની મંજૂરી મળતાવેંત થ્રોટલ વડે એન્જિ નપાવર વધારી મિગ-21ને રન-વે પર સડસડાટ દોડતું કરી દીધું. ચંદ સેકન્ડોરમાં તો બધાં મિગ-21 સુરતગઢના વાતાવરણને ગજવતાં આકાશમાં ચડી ગયાં.
ફ્લાઇટ લેફ્ટનન્ટડ અભિજિત ગાડગિલના વિમાને હજી તો માંડ થોડીક ઊંચાઈ પ્રાપ્તય કરી ત્યાં અણધારી ઘટના બની. પ્લે નના એન્જિીનમાં તકનીકી ખામી સર્જાઈ. પાંચ હજાર કિલોગ્રામ વજનની ભારેખમ કાયા ધરાવતા મિગ-21ને હવામાં તરતું રાખી શકનાર એન્જિરનબળ હવે ન રહ્યું. પરિણામે વિમાનનો મોરો આગળ તરફ ઝૂકવા લાગ્યો. ટેક્નિકલ ભાષામાં કહો તો ફ્લાઇટ લેફ્ટનન્ટય અભિજિત ગાડગિલનું મિગ-21 નોઝ ડાઇવ મારવા લાગ્યું. પરિસ્થિતિને કાબૂમાં લેવાનો હજી મોકો મળે એ પહેલાં તો વિમાને જમીન પર જોરદાર પછડાટ ખાધી. ફ્લાઇટ લેફ્ટનન્ટી અભિજિત ગાડગિલ તત્કાેળ માર્યા ગયા. સુરતગઢના રન-વેથી વિમાને પૈડાં ઊંચક્યા તેની ફક્ત ૩૩ સેકન્ડલમાં નસીબનો ખેલ પૂરો!
■
આ સમાચાર અભિજિતનાં માતા-પિતાને મોડી રાત્રે પહોંચતાં કરાયા ત્યાઝરે તેઓ આઘાતના માર્યા સ્તભબ્ધા રહી ગયા. કોઈ માતા માટે જુવાન દીકરો ગુમાવ્યા જેટલું તીવ્ર દુ:ખ નહિ અને પિતા માટે દીકરાના પાર્થિવ દેહને કાંધો દીધા જેટલો ભારે માનસિક બોજો ન હોય. પરંતુ માતા-પિતા શું જાણે કે તેમના પર આના કરતાંય ઘાતક વજ્રાઘાત થવો હજી બાકી હતો.
બન્યુંુ એવું કે પુત્ર અભિજિતના નિધનનું મૂળ કારણ જાણવા માટે બન્ને. જણાએ ભારતીય વાયુ સેનાનો સંપર્ક કર્યો. જવાબમાં વડા અધિકારીઓએ નિવેદન આપ્યું કે, ‘ફ્લાઇટ લેફ્ટનન્ટ અભિજિત ગાડગિલની અણઆવડતને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. બાકી તેઓ જે મિગ-21માં સવાર હતા તેમાં કશી ટેક્નિકલ ખામી નહોતી.’
આ પ્રત્યુતત્તર સાંભળીને અભિજિતના પિતા કેપ્ટહન અનિલ ગાડગિલ હચમચી ગયા. વાયુ સેનામાં ફાઇટર પાઇલટ તરીકે વીસેક વર્ષ સેવા આપી ચૂકેલા અને ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધમાં સક્રિય ભાગ લઈ ચૂકેલા કેપ્ટીન અનિલ ગાડગિલને આવું નિવેદન અસંગત લાગ્યું. બલકે, વાયુ સેનાએ ફ્લાઇટ લેફ્ટનન્ટપ અભિજિત ગાડગિલની છબિ ખરડી નાખ્યાનું તેમને લાગ્યું.
આવી લાગણી થવાનું કારણ સ્વાઅભાવિક હતું. ફ્લાઇટ લેફ્ટનન્ટુ અભિજિત ગાડગિલ જેવા પાઇલટોએ મિગ-21નું સંચાલન કરતા પહેલાં તાલીમના ઘણા કોઠામાંથી પસાર થવું પડતું હોય છે. ફાઇટર પાઇલટ બનવા માગતા ઉમેદવારોને સ્ટે જ-0 અને સ્ટેડજ-1 કહેવાતા પ્રારંભિક તબક્કામાં વિમાન ઉડ્ડયનનું પાકું જ્ઞાન અપાય છે. બન્નેે તબક્કાની અવધિ ૬-૬ મહિના હોય. સ્ટેકજ-1 પૂરો થતા સુધીમાં તો દરેક શિખાઉ પાઇલટ નાના કદના વિમાનનું રંગેચંગે ઉડ્ડયન કરતો થઈ ચૂક્યો હોય છે. સ્ટે જ-2 અને સ્ટેનજ-3ના આગામી કોઠામાં પાઇલટે ૨૪ વત્તા ૨૪ અઠવાડિયાની સઘન તાલીમ લેવાની રહે કે જેમાં જેટ વિમાન ઉડાડવાનું થાય છે.
તાલીમ ચાલતી હોય ત્યા રે રોજ સવારે ૪.૦૦ના ટકોરે ઊઠી જવું, બનતી ત્વીરાએ તૈયાર થઈ મિશન કન્ટ્રો લ સેન્ટ ર પહોંચવું, ત્યાંા ઉપસ્થિજત વાયુ સેનાના પ્રશિક્ષકો પાસે ફ્લાઇટનો રૂટ સમજવો, સમયસર નાસ્તાય-પાણી પતાવી દેવા અને બરાબર ૬.૦૦ વાગ્યે વિમાનમાં બેસી ગગનવિહારી થઈ જવું સ્ટેનજ-2 અને સ્ટેવજ-3 તાલીમનો નિત્યાક્રમ છે. આ સમયગાળામાં રોજના ઓછામાં ઓછા ૨ કલાક અને વધુમાં વધુ ૩ કલાક મિગ-21 ઉડાડવાનું થાય એ જોતાં ટ્રેઇનિંગ પૂરી ચૂકેલા (ફ્લાઇટ લેફ્ટનન્ટમ અભિજિત ગાડગિલ જેવા) પાઇલટ ‘અણઆવડત’ બતાવી પ્લે નને ક્રેશ કરે એ બનવાજોગ નથી. સમસ્યાલ પાઇલટ નહિ, પણ મિગ-21 પોતે હોવાનું કેપ્ટાન ગાડગિલનું દૃઢપણે માનવું હતું—અને તેમની માન્ય તાને પુષ્ટિ, આપતાં પૂરતાં કારણો હતાં. જેમ કે...
ભારતીય વાયુ સેનામાં છેક ૧૯૬૦થી સેવા આપી રહેલા મૂળ રશિયન બનાવટના મિગ-21 વિમાનની તવારીખ તપાસો તો અકસ્મા૬તોનું લિસ્ટહ ઘણું લાંબું નીકળે છે. રશિયા પાસેથી સમયાંતરે કુલ મળીને ૮૭૨ મિગ-21 વિમાનો ખરીદ કરાયાં હતાં, જે પૈકી અડધોઅડધ તો ભરઆકાશે સર્જાયેલી યાંત્રિક ખરાબીને કારણે તૂટી પડ્યાં છે. બધું મળીને ૧૭પ પાઇલટો અને ૪૦ જેટલા નાગરિકો તે અકસ્માીતોમાં માર્યા ગયા છે. મિગ-21નો આવો ટ્રેક રેકોર્ડ જોતાં તેને ‘ફલાઇંગ કોફિન’ એટલે કે ‘ઊડતી શબપેટી’નું બિરુદ આપવામાં આવ્યું છે. આકાશમાં તરવા સર્જાયેલું એ વિમાન ભોંયભેગું થવા પાછળ બે મુખ્યત કારણો છે—
(૧) સુખોઇ-30 જેવું આધુનિક ટ્વિન-એન્જિમન વિમાન આકાશમાં ઊડતું હોય ત્યામરે જો તેનું એક એન્જિયન ખોટકાય તો પણ ચિંતાનું કારણ નહિ. સાજુંસમું બીજું એન્જિિન સુખોઇ-30ને હવામાં તરતું રાખી શકે છે. આવો લાભ મિગ-21ને મળતો નથી, કેમ કે તે સિંગલ એન્જિુન પ્લેવન છે. અસંખ્યર પુરજા વડે બનેલા તેના એકમાત્ર એન્જિ2નમાં ક્યાંક પણ ડખો ઊભો થાય તો વિમાનની ઉડ્ડયન ક્ષમતા જોખમાયા વિના રહેતી નથી. એન્જિ ન તરફથી મળવાપાત્ર થ્રસ્ટો નામનું અનિવાર્ય બળ નાબૂદ થતાં મિગ-21 પાણાની માફક જમીન તરફ પડતું મૂકે છે. વેગ એટલો તીવ્ર હોય કે પાઇલટને જીવ બચાવવા માટે ગણતરીની સેકન્ડોપ જ મળે અને વીતતી દરેક સેકન્ડહ તેને મોતની નજીક ધકેલતી રહે.
(૨) જીવન-મરણનો ખેલ પાડી દેતા કાઉન્ટણડાઉન દરમ્યા ન વિમાનચાલક મોટે ભાગે તો સમયસૂચકતા વાપરી ઇજેક્ટ બટન દાબી વિમાન તજી દેતો હોય છે. પરંતુ પાઇલટની સુરક્ષા વ્યસવસ્થાપના નામે મિગ-21માં કરાયેલી યાંત્રિક તેમજ વીજાણુ વ્યરવસ્થાે હવે જુનવાણી બની ચૂકી છે. અકસ્માનતમાં આપણા પાઇલટોનો ભોગ લેવાવામાં એ મોટું કારણ છે. ઘણી વાર ઇજેક્શન સીટની પ્રણાલી દગો દઈ જાય છે. પાઇલટનું બચવું ત્યાટરે અસંભવ બને. નજર સમક્ષ મોત મંડરાતું હોય ત્યા રે મન પર શી વીતતી હોય એ તો પાઇલટ જ જાણે.
■
સદ્ગ ત પુત્ર ફ્લાઇટ લેફ્ટનન્ટર અભિજિતની ખરડાયેલી છબિ સાફસૂથરી કરવા માટે કેપ્ટન અનિલ ગાડગિલ તથા તેમનાં ધર્મપત્નીટ કવિતા ગાડગિલ સરકાર સામે થયાં. હોનારતના કેટલાક મહિના બાદ કેપ્ટ ન અનિલે વાયુ સેનાપતિને વિનંતીપત્ર લખ્યોસ કે અગાઉ આપવામાં આવેલું નિવેદન અનૈતિક હોવાથી વાયુ સેનાએ તે બદલવું જોઈએ.
પરંતુ મિગ-21 નામનો ‘ખરતો તારો’ ભારતીય વાયુ સેનાની આંખનો સિતારો હતો. આથી વડા અધિકારીઓ પોતાના નિવેદન પર અડગ રહ્યા. ઊલટું, કેપ્ટેન ગાડગિલને તેમણે પત્ર દ્વારા રોકડું પરખાવ્યું કે ફ્લાઇટ લેફ્ટનન્ટર અભિજિત એક નબળા પાઇલટ હતા. આવો હળહળતો ખોટો આક્ષેપ માતા-પિતા માટે પડ્યા પર પાટુ સમો હતો. આમ છતાં ગાડગિલ દંપતી હિંમત ન હાર્યું. તત્કાિલીન રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઆસને તથા રાષ્ટ્ર પતિ અબ્દુકલ કલામને તેઓ રૂબરૂ મળ્યાં. જુનવાણી મિગ-21 વિમાનની યાંત્રિક ખામીનો ઢાંકપિછોડો કરવા માટે વાયુ સેના પાઇલટની ‘અણઆવડત’નું બહાનું કાઢે તે સામે સંયમપૂર્વક વિરોધ દર્શાવ્યો.
લાંબી તપશ્ચર્યા પશ્ચાત્, માનસિક સંતાપ અનુભવ્યા બાદ અને બદનામીના ઘૂંટડા ભર્યા પછી ગાડગિલ દંપતી માટે આખરે નિરાંતનો દમ લેવાનો સમય આવ્યો. વાયુ સેનાએ ફ્લાઇટ લેફ્ટનન્ટપ અભિજિત ગાડગિલ વિશે અગાઉ જારી કરેલાં તમામ નિવેદનનો પાછાં ખેંચ્યાંલ એટલું જ નહિ, સેનાપતિ એર ચીફ માર્શલ ત્યાજગીએ પોતે માફી પ્રગટ કરતો પત્ર ગાડગિલ દંપતીને લખી મોકલ્યો. દીકરાની છબિને લાગેલો બદનામીનો ધબ્બોમ ભૂંસાયો.
મીડિયામાં ખૂબ ચગેલા અને ફિલ્મન નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મહેરાની ‘રંગ દે બસંતી’ ફિલ્મિમાં (ફેરફારો સાથે) ચમકેલા ઉપરોક્ત બનાવે મિગ-21ની તકનીકી ખામીઓ તરફ સંભવત: પહેલી વાર લોકોનું ધ્યાેન ખેંચ્યું .
પરંતુ ત્યાંરની ઘડી ને આજનો દિ! રિટાયરમેન્ટની વય વટાવી ચૂકેલા ‘વયોવૃદ્ધ’ મિગ-21ને ભંગારવાડે નાખી દેવાને બદલે હજી પણ તેની પાસે ધરાર કામ લેવાય છે. હજી બીજાં કેટલાં વર્ષ એ વિમાન સેવામાં રહે તે કહેવાય નહિ, કેમ કે વાયુ સેનાના મતે મિગ-21ની સંવર્ધિત આવૃત્તિ અગાઉ કરતાં વધુ ભરોસાપાત્ર છે.
તો પછી ક્ષતિ આખરે શેમાં છે? રૂપિયા સાત કરોડની કિંમતના હવાઇજહાજમાં કે પછી પચાસ કરોડના માતબર ખર્ચે દોઢેક વર્ષની તાલીમ પામતા હવાબાજોમાં?
■
છેલ્લે ૨૮ વર્ષીય પાઇલટ સ્ક્વોબડ્રન લીડર અભિનવ ચૌધરીને યાદ કરીએ કે જેમના પણ નિધનનું કારણ મિગ-21 બન્યું્. મે ૨૧, ૨૦૨૧ના રોજ રાજસ્થાદનના સુરતગઢ એરબેઝથી ૨૮ વર્ષીય અભિનવે ઉડાન ભરી હતી. પંજાબના આકાશમાં તેમનું વિમાન હતું ત્યાેરે એન્જિ૨નમાં સમસ્યા સર્જાઈ. ક્રેશ લેન્ડિંનગ થવું નક્કી જણાતા તેમણે સમયસર પોતાનું મિગ-21 તજી દેવા માટે કોકપિટમાં ઇજેક્ટ બટન દાબ્યું. બીજી જ ક્ષણે પારદર્શક કાચનું છત્ર છૂટું પડી ગયું અને ત્રીજી ક્ષણે અભિનવ ચૌધરી પોતાની ખુરશી (ઇજેક્શન સીટ) સમેત બહાર ફંગોળાઈ ગયા. જમીન પર હળવું ઉતરાણ કરવા માટેની હવાઈ છત્રી ખૂલી તો ખરી, પણ પતનનો દર કાબૂમાં આવે તે પહેલાં અભિનવ ચૌધરી જમીન સાથે જોશપૂર્વક પટકાયા. તીવ્ર આઘાતે ગરદનના મણકાનો ચૂરો કરી નાખ્યો. સ્પાૂઇનલ કોર્ડ તૂટી ગયો. સ્ક્વોાડ્રન લીડર અભિનવ ચૌધરી તત્કાટળ વીરગતિ પામ્યાર. માતા-પિતાએ જુવાનજોધ દીકરો ગુમાવ્યો,પત્નીણના લગ્ન જીવનનો ફક્ત ૧૭મા મહિને અંત આવી ગયો અને ભારતીય વાયુ સેનાએ ભારે જહેમત તેમજ પુષ્કાળ ખર્ચ સાથે તૈયાર કરેલો એક ભાવિ યોદ્ધો આપણે ખોવો પડ્યો.
માર્ચ, ૨૦૨૧માં વધુ એક મિગ-21 યાંત્રિક ખરાબીને કારણે અકસ્માાતગ્રસ્ત બનેલું અને ગ્રૂપ કેપ્ટિન આશિષ ગુપ્તાં નામના યુવા પાઇલટ ગમખ્વાેર હોનારતમાં વીરગતિ પામ્યાય હતા. જમીન તરફ સડસડાટ ધસી જતા વિમાનની કોકપિટ તજી દેવા માટે તેમણે પ્રયાસ કર્યા, પરંતુ ઇજેક્શન સિસ્ટામે ખરા સમયે દગો દેતાં આશિષ ગુપ્તાખ વિમાન સમેત જમીન પર જઈ પટકાયા.
અભિજિત ગાડગિલ, અભિનવ ચૌધરી અને અાશિષ ગુપ્તાત જેવા બીજા તો કેટલાય યુવા પાઇલટો મિગ-21 દુર્ઘટનામાં વીરગતિ પામ્યાે છે. આ સૌની ક્ષણભંગુર જિંદગી સાહિર લુધિયાનવીના ગીતમાં વ્યક્ત થાય છે: પલ દો પલ મેરી જવાની હૈ!
એક સલામ એ વીરોને નામ! જય હિંદ. જય હિંદ કી સેના.■
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TjJO1Q
via IFTTT
Comments
Post a Comment