મુંબઇ
લોકડાઉનના પ્રતિબંધોને લીધે હાલ ૮૦ ટકા દુકાનો બંધ છે. એનો વેપારીઓ અને એમની દુકાનમાં કામ કરતા કર્મચારીઓને મોટો ફટકો પડી રહ્યો છે. એટલે અમને રાહતરૂપે લઘુત્તમ વેતન આપો, અન્યથા ૧ જુનથી અમે દુકાનો ખોલી નાખીશું એવી ચીમકી અખિલ ભારતીય વ્યાપારી મહાસંઘ (કેટ) એ રાજ્ય સરકારને આપી છે.
કોરોનાના પ્રતિબંધોને પગલે અતિ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની બધી દુકાનો ૧૫ એપ્રિલથી બંધ છે. અતિ આવશ્યક વર્ગમાં માંડ ૨૦ ટકા દુકાનો આવે છે. બાકીની ૮૦ ટકા દુકાનોને તાળા છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ની આ ૮૦ ટકા દુકાનોમાં લગભગ ૪ લાખ લોકો કામ કરે છે. એમની આવક પર ૨૦ લાખ પરિવારો નભે છે. એટલે આ નુકસાન હવે સહન કરવું શક્ય નથી એમ કેટએ જણાવ્યું હતું.
કેટના મુંબઇ ક્ષેત્રના પ્રમુખ શંકરભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે ગયા વરસે લગભગ ૪ મહીનાવેપાર-ધંધા બંધરહ્યા હતા. એ દરમ્યાન ૧૫ થી ૨૦ ટકા દુકાનો બંધ થઇ ગઇ હતી. એ પછી પણ વેપારીઓએ હિંમત રાખીને વેપાર શરૂકર્યો કોરોનાની બીજી લહેરને લીધે ફરી ધંધો ઠપ થયો પરંતુ હવે કોરોના મહામારી અંકુશમાં આવી ગઇ છે. એટલે ૧ જુનથી અમને દુકાનો ખોલવાની પરવાનગી આપો અથવા વેપારીઓ અને એમના કર્મચારીઓને દર મહિને મિનીમમ વેતન આપો એવી અમારી રાજ્ય સરકાર પાસે માગણી છે.
આ સંદર્ભમાં સંગઠનોના પ્રતિનિધીઓએ વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાની આગેવાનીમાં ગવર્નર ભગત સિંહ કોશ્યારીની મુલાકાત લીધી હતી. એમણે ગવર્નર સમક્ષ એવી રજુઆત કરી હતી કે પ્રતિબંધોને લીધે મહારાષ્ટ્રના ૬૦ લાખથી વધુ દુકાનદારો અને એમના ૨ કરોડ કુટુંબોનો જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. ગવર્ગરે વેપારીઓને એવી ખાતરી આપી હતી કે આ સંબંધમાં સરકાર સાથે વહેલાસર ચર્ચા કરી તમામ વેપારીઓની એક મિટીંગ બોલાવાશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3i3H4A4
via IFTTT
Comments
Post a Comment