મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ તેમ જ કોર્પોરેટ હાઉસ પોતાના સભ્યોને રસી આપવા ખાનગી હોસ્પિટલો સાથે ટાઇઅપ કરી શકે : પાલિકા


મુંબઇ  : ૧ મે થી ૧૮ વર્ષની ઉપરના નાગરિકોને રસી આપવાની ઝુંબેશ શરૃ થાય છે. આ ઝુંબેશ અંતર્ગત મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ તથા કોર્પોરેટ હાઉસે પોતાના સભ્ય તથા સ્ટાફ માટે રસીકરણ કરવા માટે ખાનગી હોસ્પિટલો સાથે ટાઇઅપ કરવાની અપીલ મુંબઈ મહાનગર પાલિકાએ કરી છે. 

આ સિવાય ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને મફતમાં રસી આપવાનું શાસકીય અને મુંબઈ મહાનગર પાલિકાના કાર્યરત ૬૩ રસી કેન્દ્ર પર મળશે, એમ પાલિકાએ જાહેર કર્યું છે.

શનિવાર ૧ મે ૨૦૨૧થી ૧૮ વર્ષની ઉંમરના અને ૪૫ વર્ષ સુધીના બધા નાગરિકોને રસી આપવાની ઝુંબેશ હાથ ધરાઈ રહી છે. આ રસી માત્ર ખાનગી હોસ્પિટલો તથા ખાનગી રસી કેન્દ્ર પર મળશે. પાલિકા ૨૨૭ વોર્ડમાં (જે નગરસેવક મતદાર ક્ષેત્ર) એક-એક રસીકેન્દ્ર શરૃ કરશે, એમ પાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે  જણાવ્યું હતું.

૧૮ વર્ષથી ૪૫ વર્ષ સુધીના નાગરિકોની મુંબઈમાં સંખ્યા આશરે ૯૦ લાખથી વધુ છે અને  રસી લેવામાં ધસારો થાય નહીં અને સરળ અને સુવિધા સાથે નાગરિકોને રસી મળે એ હેતુસર શહેરની હાઉસિંગ સોસાયટી પોતાના રહેવાસીઓ તેમ જ કોર્પોરેટ હાઉસ પોતાના સ્ટાફને રસી આપવા ખાનગી હોસ્પિટલો સાથે ટાઇઅપ કરી શકે છે, એમ કમિશનરે જણાવ્યું હતું.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sXLQkv
via IFTTT

Comments