ભુજ,શુક્રવાર
૧લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સૃથાપના કરવામાં આવી, આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સૃથાપના થઈ હતી. વર્ષ ૧૯૩૭માં કરાંચી ખાતે યોજાયેલી એક સભા દરમિયાન ધમહાગુજરાત નો વિચાર કનૈયાલાલ મુનશીએ દ્વારા રજૂ કરાયો હતો. વર્ષ ૧૯૫૬માં સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ દ્વારા રાજયોની સીમા નક્કી કરવામાં આવી હતી તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારા લોકો વસતા હતા ત્યારે ગુજરાતી અને કચ્છી બોલનારા લોકોનું એક અલગ રાજ્ય હોય તેવી માંગ સાથે, મહાગુજરાત આંદોલન થયું.
અમદાવાદ ખાતે થયેલા આ આંદોલનમાં અમુક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો. આંદોલનમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. ઇન્દુલાલ યાજ્ઞિાક મહાગુજરાત આંદોલનને સંભાળતા હતા. અંતે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રાધાનમંત્રી જવાહફ્લાલ નેહરૃએ ગુજરાત અને મહારાષ્ટ્ર વેાથી આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને ૧લી મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ રીતે સૃથપાયા. ગુજરાત રાજ્યની સૃથાપના મે ૧, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રાથમ બંદર હતું એવું માનવામાં આવે છે. ૧ મે એ માત્ર ગુજરાતનો જ નહીં મહારાષ્ટ્રનો પણ સૃથાપનાદિવસ છે. ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની જોડતી સૌથી મોટી કડી કઈ? આૃથવા એમ કહો કે મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ કરતી સૌથી મોટી બાબત કઈ? એકબીજાના વિરોધી આ બન્ને સવાલનો એક સમાન જવાબ છે, મુંબઈ. મુંબઈમાં ભલે મરાઠીઓની સંખ્યા વાધુ હોય, પણ આ શહેરમાં ગુજરાતીઓનો હંમેશાંથી આગવો પ્રભાવ રહ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જ્યારે અલગ થયાં ત્યારે પણ મુંબઈનું 'આાથક નિયંત્રણ' ગુજરાતીઓના જ હાથમાં હતું. સમગ્ર ગુજરાતમાં ગુજરાત સૃથાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. બંને રાજ્યો વચ્ચે દેશમાં ફક્ત નવાપુર રેલ્વે સ્ટેશન એક એવી જગ્યા છે જ્યાં ગુજરાત અને મહારાષ્ટ્રની હદ જોવા મળે છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aQYzz2
via IFTTT
Comments
Post a Comment