ગયા વર્ષ જેવું કડક લોકડાઉન કરવાનો સમય આવી ગયો છેઃ બોમ્બે હાઈ કોર્ટ



મુંબઈ :  કોવિડ-૧૯નો ફેલાવો સફળતાપૂર્વક અટકાવવા  માટે ઓછામાં ઓછા ૧૫ દિવસ માટે હગયા વર્ષ જેવું કડક લોકડાઉન લાગુ કરવાનો વિચાર રાજ્ય સરકારે કરવાનો સમય આવ્યો છે કે કેમ એવો સવાલ બોમ્બે હાઈ કોર્ટે કર્યો હતો.

મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યા. કુલકર્ણીની બેન્ચે એડવોકટ જનરલ આશુતોષ કુંભકોણીને સવાલ  કર્યો હતો કે રાજ્ય સરકારને એવું લાગે છેે કે નાગરિકોના મુક્તિ સંચાર પર પ્રતિબંધ લાદવાથી સફળતા મળી રહી છે? તમને લાગે છે કે નિયંત્રણો કામ કરી રહ્યા છે અને માત્ર તાકીદના કામ માટે લોકોને રસ્તા પર આવે છે? ગયા વર્ષની જેમ ઓછામાં ઓછા ૧૫ દિવસ લોકો કડકાઈથી ઘરમાં રહે  તો આપણને વધુ સારું પરિણામ મળી શકે છે. મહેરબાની કરીને તમારી સરકારને સલાહ આપો, એમ હાઈ કોર્ટે જણાવ્યું હતું.

અમે આદેશ નથી આપી રહ્યા પણ તમને લાગે છે કે સરકારે ગયા વર્ષ જેવા લોકડાઉનનો વિચાર કરવો જોઈએ? એમ કુંભકોણીને કોર્ટે પૂછ્યું હતું.

રજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ બુધવારે જણાવ્યું હતું કે હાલના નિર્બંધો ૩૦ એપ્રિલ પછી પણ ૧૫ દિવસ સુધી રાજ્યમાં લાગુ રહેશે.

હાઈ કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે પાલિકા ઓથોરિટીઓ રાજ્યના તમામ હોસ્પિટલો,નર્સિંગ હોમ્સ અને કોવિડ કેર સેન્ટરોનું ફાયર ઓડિટ હાથ ધરે એવી તકેદારી લેવામાં આવે.

ફરી ચાર જણના મોત થયા છે એમ જણાવીને કોર્ટે થાણે જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગનો ઉલ્લેખ કર્યો હતો. અમને હવે વધુ આગની ઘટનાઓ હોસ્પિટલમાં નથી જોઈતી. નોંધ કરો કે આ બહુ કપરો સમય છે.

 દરદી પહેલેથી જ વ્યથિત હોય છે અને તેમને તપાસવાનો સમય નથી હોતો કે હોસ્પિટલ સલામત છે કે નહીં. 

કોવિડ-૧૯ની સરાવાર સંબંધી મુદ્દાઓ જેવા કે રેમડેસિવીર ઈન્જેકશન, ઓક્સિજનની અછત વગેરે મુદ્દે યોગ્ય વ્યવસ્થાપન સંબંધી જનહિત અરજીની સુનાવણી ચાલી રહી હતી.

એડવોકેટ જનરલ અને પાલિકાના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે રેમડેસિવીર અને ઓકિસજનનો  પુરતો સ્ટોક છે અને રાજ્યભરની તબીબી સુવિધા કેન્દ્રોના સેફ્ટિ ઓડિટ હાથ ધરવામાં આવશે. 

કોર્ટે રસીકરણ કેન્દ્રની બહાર લાંબી કતારોના મુદ્દે પણ ધ્યાન આપવા જણાવ્યું હતું. રસી લેવા માટે પારસી સમુદાયના વયોવૃદ્ધો સહિતના વરિષ્ઠ નાગરિકોને લાંબી કતારોમાં ઊભું રહેવું પડે નહીં એની તકેદારી લેવાનો નિર્દેશ સરકારને આપ્યો છે.

સ્મશાનોમાં કામ કરનારા લોકોની સલામતીની વ્યવસ્થા કરવાનું પણ કોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું છે. 

હાલ નાગપુરમાં ૮૫ વર્ષના વયોવૃદ્ધે યુવાન દરદી માટે ખ ાટલાનો ભોગ આપ્યાની ઘટનાનો ઉલ્લેખ કરીને કોર્ટે સવાલ કર્યો હતો કે સરકાર બંનેને બચાવી શકે તેમ નહોતી? આ બહુ મોટો ભોગ કહેવાય પણ આપણી  સિસ્ટમ પર તેની કેવી છાપ પડી છે? જો સરકારે સમયસર પગલાં લઈને બંનેને માટે વ્યવસ્થા કરી આપી હોત તો બંનેના જીીવ બચી ગયા  હોત. કોર્ટ કોઈ રાજ્ય કે મહાપાલિકાને દોષિત નથી ગણવા માગતી પણ સમાજની આ સહિયારી નિષ્ફળતા  છે અને નાગરિકોએ જવાબદારી પૂર્વક વર્તવું જ જોઈએે.

તમને બધું જોઈએ છે.. કુંભ મેળો, લગ્નની ઉજવણી ...તો શું તમે ત્રીજી લહેરની રાહ જુઓ છો? જો કોઈ કાયદાનો ભંગ કરતું હોય તો તેઓ નિર્દય છે.  વધુ સુનાવણી ચોથી મે પર મોકૂફ રખાઈ છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xtBsnY
via IFTTT

Comments