મુંબઇ : મુંબઈ મહાનગર પાલિકાને ગત રવિવારે મળેલા ૧.૫૦ લાખ કોરોનાની રસીનો જથ્થો આજે ઓછો થતો શહેરના પાલિકા અને શાસકીયના ૬૩ અને ખાનગી ૭૩ રસીકરણ કેન્દ્ર પર રસી પુરવઠો ખાસ ઉપલબ્ધ ન રહેતા સિનિયર સિટિજનોને રસી લીધા વગર નિરાશ થઈને પાછા જવું પડયું હતુ.ં
મોટા ભાગના રસીકેન્દ્રો પર સવારે થોડાકને રસી આપી હતી. પછી રસી કેન્દ્ર બંધ કરી દેવાયા હતા. એમાં બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ રસી કેન્દ્ર દહિસર રસી કેન્દ્ર, કાંદિવલી શતાબ્દી હોસ્પિટલ, ડો. આર. એન. કૂપર હોસ્પિટલ, જે. જે. હોસ્પિટલ, રાજાવાડી હોસ્પિટલના રસી કેન્દ્ર સહિત અનેક ખાનગી રસી કેન્દ્રમાં રસી ન હોવાથી બંધ થઈ ગયા હતા.
નાગરિકો સવારે ૭ વાગ્યાથી લાઇનમાં ઊભા રહ્યા હતા. રસી કેન્દ્ર પર થોડાક લોકોને ટોકન આપવામાં આવતા હતા. ત્યાર બાદ અન્ય નાગરિકોને રસી લીધા વગર નિરાશ થઈને પાછા જવું પડતું હતું.
પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે અમને પૂરતાં પ્રમાણમાં રસી ઉપલબ્ધ થતી નથી. જ્યાં સુધી રસી હોય છે ત્યાં સુધી અમે રસી આપી રહ્યા છીએ.
સિનિયર સિટિઝનોનું કહેવું છે કે અમે એપ પર નોંધણી કર્યા બાદ રસીકેન્દ્ર પર સવારથી આવી જઈએ છીએ. લાંબી લાઇનમાં ઊભા હોઈએ છીએ. રસી લગભગ ૧૧ વાગ્યા પછી આપવાનું શરૃ થાય છે. આજે થોડાક જણને રસી આપવાનું બંધ કરી દીધું અને રસી કેન્દ્ર બંધ કરી દીધું હતું. આમ અમે લાબંથી રસી કેન્દ્ર પર રિક્ષા-ટેક્સી થકી આવી છીએ. પાણી કે કોઈ પણ વ્યવસ્થા વગર લાઇનમાં ઊભા રહીએ છીએ. અને રસી ન મળતાં અમારે નિરાશ થીને પાછા ઘરે જઈએ છીએ. આમ ધક્કા ખાવા પડે છે.
એક ગરીબ સિનિયર સિટિજન મહિલાએ રડતા રડતા કહ્યું કે હું ખૂબ જ દૂર રહું છું. ચાલીને રસી લેવા દહિસર રસી કેન્દ્ર પર આવી હતી અને લાઇનમાં ઊભી રહી હતી. થોડાક જણે લીધા બાદ રસી આપવાનું બંધ કરી દીધું. આ રીતે મને ધક્કો ખાવો પડે છે. આ ગરમીમાં ચાલતી પાછી ઘરે જઈશ. કારણ કે અમારી શક્તિ નથી કે રિક્ષાનું ભાડું ખર્ચીએ.
આ રીતે અનેકન ાગરિકોની સમસ્યા છે. પણ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં રસી કેન્દ્રો પર ઉપલબ્ધ કરવો જોઈએ, એમ નાગરિકોનું કહેવું છે. કેટલાક ઠેકાણે રસી કેન્દ્રો પર ધમાલ સુદ્ધા થઈ હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aNkkA5
via IFTTT
Comments
Post a Comment