હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીઓને ઓક્સિજન રેગ્યુલેટર, માસ્ક મેળવવા ફાંફા

ભુજ, શુક્રવાર

કચ્છમાં નિંભર નેતાઓ અને અનુભવ વગરના નવા નિશાળીયા સમાન અિધકારીઓના કારણે સમગ્ર આયોજન પડી ભાંગ્યું છે. મેડિકલ સાધનોની ખુલ્લેઆમ કાળાબજારી સાથે કૃત્રિમ અછત કરાઈ રહી છે. તો બીજીતરફ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી રહી નાથી. આ સિૃથતિમાં કચ્છના લોકો નોંધારા બન્યા છે. હોમઆઈસોલેશનમાં રહેલા લોકોને ઓક્સિજન રેેગ્યુલેટર માસ્ક શોધ્યા મળતા ન હોવાથી ભારે રોષ ઉભો થયો છે. જેને ચુંટીને વિાધાનસભા કે લોકસભામાં મોકલ્યા છે તે તમામ નેતાઓ કચ્છીઓના હિતમાં કામ કરવામાં નિષ્ફળ પુરવાર થતાં સોશ્યિલ મીડીયામાં લોકો તિખી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી મોટાભાગના દર્દીઓને ઘરે હાંકી કાઢવામાં આવે છે. પરંતુ હાલે ઘરે સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનનો જથૃથો મળી રહ્યો નાથી. રિફિલીંગને લઈને રોજ રોજ બનતા નવા નિયમો અને અણાધડ સુચનો થકી દર્દીઓને મર્યા સિવાય કોઈ છુટકો ન હોય તેવી સિૃથતિ ઉભી થઈ છે. આ સિૃથતિ સામે દર્દીઓના પરીવારજનો રઝળપાટ કરીને સિલિન્ડર શોધવા કે રીફલીંગ માટે મહેનત કરે છે. ત્યાં હવે ઓક્સિજન રેગ્યુલેટર માસ્કની પળોજળ ઉભી થઈ છે. જિલ્લામાં તેની કૃત્રિમ અછત ઉભી કરાઈ છે કે પછી કાળાબજારી થઈ રહી છે તે તપાસનો મુદો બન્યો છે. કોરોનાની બીજી વેવે પહેલા આ ચીજ રૃ.૧૦૦૦ થી ૧૫૦૦ માં મળતી હતી. પરંતુ છેલ્લા થોડા અઠવાડીયામાં ઓક્સિજનની ડિમાન્ડ વાધતા તેની સાથે જોડાયેલી આ સાધનના ભાવ એકાએક વાધારીને તેની કૃત્રિમ અછત ઉભી કરી દેવાઈ છે. હાલે તેના ભાવ બે ગણા એટલે કે રૃ.૩૦૦૦થી ૪૦૦૦ પહોંચ્યા છે. આમછતાં શોધ્યા મળી રહ્યા નાથી. સ્ટોકિસ્ટો દર્દીઓની મજબુરીનો ભરપુર ફાયદો ઉઠાવી રહ્યા છે. ત્યારે કચ્છનું વહીવટીતંત્ર તાથા ડ્રગ્સ ખાતુ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ પલ્સ મિટર કે જે કોરોના કાળ પહેલા માત્ર  રૃ.૧૫૦ થી ૩૦૦ મળતા હતા તેના ભાવ પણ ૧૬૦૦ થી ૨૫૦૦ વસુલાઈ રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર આપવામાં નિષ્ફળ અિધકારીઓ પોતાની પાસે રહેલી સત્તાનો પણ ઉપયોગ ન કરતા કચ્છમાં મેડિકલ સાધનોની કૃત્રિમ અછત ઉભી કરી દેવાઈ છે. લોકો સારવારમાં લુંટાઈ રહ્યા છે તેટલા જ કોરોના સાથે સંકળાયેલી સાધનોની ખરીદીમાં ત્રણ થી ચાર ગણી કિંમતો ચુકવી રહ્યા છે. પરંતુ જાડી ચામડીના અિધકારીઓના પેટનું પાણી હલતું નાથી. લોકોના પૈસે એ.સી ચેમ્બરોમાં આરામ ફરમાવતા ડ્રગ્સ અિધકારીને આ દિશામાં કામ કરવાનું સુઝતું નાથી. કચ્છના તંત્રની નિષ્ફળતાને જોઈને લોકો સોશ્યિલ મિડીયા પર ફિટકાર વરસાવી રહ્યા છે.  



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QOreOt
via IFTTT

Comments