સીબીઆઈની એક વિશેષ ટીમે હૈદ્રાબાદમાં જઈ પોલીસના ઉચ્ચાધિકારી રશ્મિ શુકલાનો જવાબ નોંધ્યો



મુંબઈ :  મહારાષ્ટ્ર પોલીસ દળમાં અધિકારીઓની બદલીના રેકેટ સંદર્ભે તે સમયના મહારાષ્ટ્ર પોલીસના ઉચ્ચાધિકારી આઈપીએસ રશ્મિ શુકલાએ અમુક જણના ફોન ટેપ કર્યા હતા. આ પ્રકરણે સીબીઆઈની એક વિશેષ ટીમે હૈદ્રાબાદમાં જઈ તેમનો જવાબ નોંધ્યો હતો. શુકલા હાલ કેન્દ્રીય પ્રતિનિયુક્ત હેઠળ સીઆરપીએફના વિશેષ ડીજી તરીકે ત્યાં ફરજ બજાવી રહ્યા છે.

આ પહેલાં મુંબઈ પોલીસના સાયબર વિભાગે તેમને સોમવારે એક સમન્સ મોકલી બુધવારે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. જોકે તેમણે હાલ ચાલી રહેલ કોરોનાની  પરિસ્થિતિને પરિણામે મુંબઈમાં હાજર થવાની અસમર્થતા વ્યક્ત કરી તેમને જે પૂછવા માગે છે તે પ્રશ્ન સ્વરૃપે મોકલી દેવાની વિનંતિ કરી હતી.

દરમ્યાન સીબીઆઈની એક વિશેષ ટીમે આજે હૈદ્રાબાદ પહોંચી જઈ ત્રણથી ચાર કલાક તેમની પૂછપરછ કરી અને તેમનો જવાબ નોંધ્યો હતો. સીબીઆઈની ટીમે ફોન ટેપીંગ પ્રકરણે શું થયું હતું તેની વિગતવાર માહિતી મેળવી હતી.

થોડા દિવસો પહેલાં મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતા ફડણવીસે મહારાષ્ટ્રના પોલીસ દળમાં બદલીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આરોપ કરી આ સમગ્ર રેકેટ અમુક એજન્ટ અને રાજકીય અગ્રણીઓની મદદથી ચાલતું હોઈ તે દ્વારા અધિકારીઓ ઈચ્છિત જગ્યાએ બદલી મેળવી લેતા હોવાનું જણાવ્યું હતું.

૨૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ તત્કાલીન ગુપ્તચર કમિશનર શુકલાએ એક ગુપ્ત માહિતીને આધારે વધારાના ગૃહસચિવ પાસેથી પરવાનગી લઈ અમુક ફોન ટેપ કર્યા હતા. જેમાં અનેક ખળભળાટજનક વાતો બહાર આવી હતી.

રશ્મિ શુકલાએ તૈયારકરેલ આ અહેવાલ રાજ્યના પોલીસ વડાએ મુખ્ય સચિવ મારફતે આ અહેવાલનું મુખ્યપ્રધાનને મોકલ્યો હતો પણ આ બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હોવાનો આરોપ ફડણવીસે કર્યો હતો.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nzHdMf
via IFTTT

Comments