ભુજ,શુક્રવાર
કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ તાંડવ મંચાવ્યું છે. એક બાજુ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓાથી ઉભરાઈ રહી છે. બેડની અછત સર્જાતા કોવીડ કેર સેન્ટર શરૃ રહ્યા છે તેની સાથોસાથ સર્જિકલ વસ્તુઓની માગમાં પણ વાધારો નોંધાયો છે. કોરોનાના ભયના કારણે તમામ સર્જિકલ વસ્તુઓ કોરોના પોઝીટીવ દર્દીઓ સિવાય સામાન્ય લોકો પણ ખરીદી કરી રહ્યા છે. જેમાં ઓક્સિફલોમીટર, નેબ્યુલાઈઝર, થર્મોમીટર, વેપોરાઈઝર, ઓક્સિમીટર વિગેરેનો સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં લોકો ખરીદતા હોવાથી આ સાધનોની પણ અછત સર્જાઈ છે. હવે વિક્રેતાઓ પણ ભાવ વાધારી રહ્યા છે. જેાથી છેલ્લા એકાદ માસમાં ત્રણ ગણા ભાવ વાધી ગયા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હોસ્પિટલો ભરાઈ ગઈ હોવાથી મોટા ભાગના લોકો ઘરે જ જ આઈસોલેટ થાય છે તેાથી ઓક્સિજન સિલીન્ડરની વ્યવસૃથા પણ લોકો પોતાના ઘરે કરી રહ્યા છે પરંતુ આના કારણે સિલીન્ડરની ઉપર લગાવવામાં આવતું ઓક્સિફલોમિટરની હાલ બજારમાં ભારે તંગી સર્જાઈ છે.
સર્જિકલ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીના કહેવા મુજબ ઓક્સિફલોમિટરની માંગ છેલ્લા એકાદ માસાથી એટલી વાધી ગઈ છે કે છેલ્લા થોડા દિવસોથી માર્કેટમાં અમે પણ ઓક્સિફલોમિટર જોયું નાથી. માલ માત્ર નામ પુરતો આવે છે અને દરરોજ જિલ્લાભરમાં ૩૦૦થી ૪૦૦ કરતા વધુ ઓક્સિફલોમિટરની લોકો પુછા કરે છે. પરંતુ ઘરે સારવાર લેતા દર્દી માટે આવશ્યક હોઈ લોકો બ્લેકમાં મળે તો પણ મુળ કિંમતાથી બેાથી ત્રણ ગણા ભાવ વધુ દઈને ખરીદવા તૈયાર છે. ઉપરાંત શરીરમાં ઓક્સિજન માપવા માટે વપરાતું યંત્ર ઓક્સિમીટર રૃા.૮૦૦થી ૧૦૦૦માં મળતું હતું પરંતુ કોરોના સંક્રમિત કેસોમાં ઉછાળો આવતા લોકો સાવચેતીના ભાગરૃપે ઓક્સિમીટરની ખરીદી કરતા માંગ વાધવા સાથે હાલ ઓક્સિમીટરની કિંમત રૃા.રર૦૦થી રપ૦૦ સુાધી પહોંચી ગઈ છે.
તો જાણકાર સુત્રોના મતે બજારમંક કેટલાક નકલી ઓક્સિમીટર પણ સસ્તા ભાવે મળતા થઈ ગયા છે. ઓક્સિમીટરની બજારમાં ભારે માંગ છે. પણ તે દરેક જગ્યાએાથી મળી રહે છે. નિટ્રીલ અને લેટેક્સ આ બે પ્રકારના ગ્લોઝ કે જેનો કોરોના કાળ પહેલાં નહીંવત ઉપયોગ થતો હતો આજે એની પણ માંગ છે. જો કે, મેડિકલ ક્ષેત્રે નિટ્રીલ ગ્લોઝનો ઉપયોગ વધુ થાય છે. જેનો ભાવ એક વર્ષ પહેલાં એક્સો નંગના રૃા.૮૦૦ હતો જે હાલમાં રૃા.૧૬૦૦થી ર૦૦૦માં વેચાણ થઈ રહ્યું છે.
હાલમાં ઋતુ સંક્રમણ અને વકરતી મહામારીના સમયે લોકોમાં તાવ અને શરદી-ઉાધરસ જેવા લક્ષણો વાધારે જોવા મળે છે જેાથી વેપોરાઈઝર અને થર્મોમીટરનું પણ વેચાણ વાધવા પામ્યું છે. થર્મોમીટર કોરોના સંક્રમિત સામાન્ય લોકો પણ મદદ લે છે. અત્રે ઉલ્લેખનિય છે એક વર્ષ અગાઉ રૃા.૭૦થી ૧૦૦ની કિંમતમાં મળતા હતા જેની કિંમત રૃા.૧પ૦થી ર૦૦ થઈ ગઈ છે અને બજારમાં વેપોરાઈઝર થર્મોમીટરની માંગ પણ વાધી ગઈ છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nz6qGQ
via IFTTT
Comments
Post a Comment