રાજકારણીઓ પર કોર્ટનો ચાબુક કેજરીવાલની પ્રતિષ્ઠાને આંચકો..


- લોકોએ માનવતા નેવે મૂકી દીધી હતી..

- પ્રસંગપટ

- બહુ ફોર્સ સાથે વિરોધ : દેશના વિરોધનું સ્ટીયરીંગ સિવિલ વોર તરફ વાળવાનો તખ્તો તૈયાર કરાઇ રહ્યો છે..

કંઇક અલગ રીતે રાજકારણ રમનારા અને પોતેજ હોંશિયાર રાજકીય પર્સનાલીટી છે એવા દંભમાં રાચતા અરવિંદ કેજરીવાલ નામના રાજકીય પરપોટાને કોર્ટે એક ફૂંક મારીને ફોડી નાખ્યો છે. પહેલીવાર કોર્ટોએ રાજકારણીઓ પર ચાબુક ફટકારી રહી છે. અમે ક્યાં સુધી ચૂપ બેસીને તમાસો જોયા કરીયે એમ જ્યારે કોર્ટે કહ્યું ત્યારે દેશનો દરેક નાગરિક હરખાઇ ગયો હતો. જેમને કોઇ ના પહોંચી વળેે તેમને ઠેકાણે લાવવા કોર્ટો મેદાનમાં આવી હોય એમ લાગે છે. ભારતની લોકશાહીનો લાભ ઉઠાવનારા તત્વો કોરોના કાળમાં પોતાની દુકાન ૨૪ કલાક ખુલ્લી રાખીને ફરે છે.

કોરોના એ કુદરતી આપત્તિ છે. વિશ્વભરમાં તેનો આતંક છે. દરેક દેશમાં જે થયું તે ભારતમાં થયું છે. દરેક  દેશમાં કોરોનાની માત્રા વત્તી ઓછી જોવા મળી છે. ગીચ વસ્તીવાળા દેશોમાં કોરોનાએ વધુ લોકોના જાન લીધા છે. ચીનમાં કેટલા લોકોના મોત થયા તે બહાર આવતું નથી કેમકે ત્યાં સમાચાર માધ્યમો મનમાની કેટલાક એવી ટાહ્યલાઇ કૂટે છે કે સરદાર પટેલ સ્ટેચ્યુ બનાવવા ના બદલે હોસ્પિટલ બનાવવા જેવી હતી. કોઇ કહે છે કે દરેક ગામમાં એઇમ્સ જેવી હોસ્પિટલો હોવી જોઇએ. 

કોઇ કહે છે કે રેમડેસિવિર ઇન્જેક્શનોના જથ્થાની વિગતો રોજ બહાર પાડવી જોઇએ. ગામેગામ હોસ્પિટલો બનાવવાનું વિચારી શકાય પણ દેશના ચાર ટકા લોકો ઇન્કમટેક્ષ ભરે છે. બજેટ ખાધ્ય સૌથી વધુ છે. કેટલીક સવલતોને ટેક્ષ ભરવા સાથે જોડીને દેશમાં થોડી શિસ્ત લાવવી જોઇએ.

ગુજરાત સહિતના અનેક રાજ્યો કોરોનાના ભરડામાં ફસાઇ ગયા હતા. સત્તાવાળાઓ જાહેરાત કરવામાં સૂરા સાબિત થયા હતા પણ તેનું અમલીકરણ કરતી સંસ્થાઓ ભ્રષ્ટ નિકળી હતી. રેમડેસિવિરના વહિવટ પર તો પુસ્તક લખાવવું જોઇએ. તેનું કાળા બજાર કરનારામાં ટોચના લોકો પણ હોવાનું મનાય છે.  લોકો એટલા ચકોર અને હિંમત વાળા હતા કે પૈસા કેવી રીતે કમાવવા તેનો આઇડયા શોધી લેતા હતા. 

રેમડેસિવિર ઇન્જેક્શનની ખાલી એમ્પ્યુલ હોસ્પિટલના કચરામાંથી મેળવીને તેમાં ડિસ્ટીલ વોટર ભરીને મૂળ રેમડેસિવિર ના નામે વેચવાનું  કૌભાંડ ચાલતું હતું.  માત્ર ત્રણ ટપકાં પાણી અને બાકીની ચાલાકીના એમ મળીને એક ઇન્જેકસનના ૩૦,૦૦૦ રૂપિયા પડાવાતા હતા. એનો એર્થ એ થયો કે પાણીના ત્રણ ટીપાંની કિંમત ૩૦,૦૦૦ રૂપિયા થઇ. જોકે આ કૌભાંડ બહુ લાંબુ નહોતું ચાલ્યું. એમ લાગ્યું હતું કે લોકોેએ માનવતા નેવે મુકી દીધી હતી. દરેકને કમાણી કરવી હતી.દરેક પોતાની પાસેનો માલ દબાવી દેતા હતા. 

પોલીસ તંત્રને માંડ ખબર પડી હતી કે કાળાબજાર થઇ રહ્યા છે. ઓક્સિજન હોય કે હોસ્પિટલોમાં ખાલી બેડ હોય દરેકમાં વગવાળા લોકો કે વધુ પૈસા આપી શકતા લોકોને આસાનીથી પ્રવેશ મળતો હતો.

 લોકો બધું મૂંગા મોઢે સહન કર્યા કરતા હતા.  સમાચાર માધ્યમો પણ પ્રજાની સંવેદનાને વાચા આપતા હતા. પોતાના સ્વજનને હોસ્પિટલમાં દાખલ કરવાથી માંડીને સ્મશાન સુધી લઇ જવા સુધીમાં માણસ અધમૂઓ થઇ જતો હતો. 

કોર્ટોએ રાજ્ય સરકારોને તતડાવીને યોગ્ય કામ કર્યું છે. આ નેતાઓ ટીવી પર આવીને પોતાની કામગીરીની પોતેજ ભાટાઇ કર્યા કરતા હતા પરંતુ હકિકત તેનાથી ઉલટી નિકળી હતી. લોકો સમાચાર માધ્યમોને સમજી શક્યા નથી. પોતાના રાજ્યનું મોટું સફળ ચિત્ર બતાવીને બીજું રાજય સર કરવાની ખેવના લોકોની નજરમાં આવી ગઇ છે. રાજકારણીઓ સુધરવા તૈયાર નથી. મોદી સરકાર વિરોધી જૂથ એમ માને છે કે કોરોનાએે તેમને ફરી સત્તા પર આવવાનો ચાન્સ ઉભો કરી આપ્યો છે. મોદી સરકારનો બહુ ફોર્સ સાથે વિરોધ કરાઇ રહ્યો છે અને દેશના વિરોધનું સ્ટીયરીંગ સિવિલ વોર તરફ વાળવાનો તખ્તો તૈયાર કરાઇ રહ્યો છે.

મોદી સરકાર પણ ચારેબાજુથી ઘેરાયેલી છે. એક તરફ રાજ્યો જીતવાની કવાયત ચાલું છે તો બીજી તરફ કોરોનાનો ભરડો ચાલુ છે. ભાજપ શાસિત સહિતના  રાજ્યોની વહિવટી નબળાઇ સામે આવી છે. કોરોનાએ દરેક સરકારને સુધરવા  માાટે બે મહિનાનો બ્રેક લીધો હતો પણ સરકારો ચૂંટણી અને ક્રિકેટ મેચના વહિવટમાં વ્યસ્ત હતી. કરેલી ભૂલો ભોગવવી પડે છે. અહીંતો સરકારે કરેલી ભૂલ પ્રજા ભોગવી રહી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eCM1MR
via IFTTT

Comments