- ઓક્સિજન સિલિન્ડરથી લઇ પથારી સુધીની સહાય કરી રહ્યા છે
મુંબઇ : કોરોના મહામારીએ દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આવી કફોડી પરિસ્થિતિમાં બોલીવૂડની ટોચની હસ્તીઓ ફરી મદદ કરવા આગળ આવી છે.
અજય દેવગણે બીએમસીના કોરોના કોવિડ સેન્ટરની ૨૦ આઇસીયુ પથારી માટે રૂપિયા એક કરોડની સહાય કરી છે.
અક્ષય કુમારની સાથે તેની પત્ની ટ્વિન્કલ ખન્ના પણ કોરોનાગ્રસ્તની વહારે આવી છે. ટ્વિન્કલે કોરોના પીડીતો માટે ઓક્સિજન કન્ટેઇનર લંડનથી મંગાવ્યા છે. જ્યારે અક્ષય કુમારે ૧૦૦ ઓક્સિજન કન્ટેઇનરની વ્યવસ્થા કરી છે. આમ દંપતીએ ભેગા મળીને ૨૨૦ કન્ટેનર ડોનેર કર્યા છે અને મેળવી લીધા છે. આ પહેલા પણ હાલમાં જ અક્ષય કુમારે ક્રિકેટર ગૌતમ ગંભીરના ફાઉન્ડેશનમાં એક કરોડ રૂપિયા દાન કર્યા છે.
સોનૂ સૂદ તો કોરોનાની પ્રથમ લહેરમાં પણ લોકોને મદદ કરીને મસીહા બની ગયો છે. આ વખતે પણ તેણએ કોરનાની નવી હેલ્પલાઇન બહાર પાડી છે જેના દ્વારા તે લોકોની મદદ કરી રહ્યો છે.
સુનિલ શેટ્વી ઓક્સિજન માટે તરફડી રહેલા કોરોનાના દરદીઓની મદદ માટે એક સંસ્થા સાથે જોડાયો છે.જે લોકોને મફતમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવે છે. સુનિલે સોશિયલ મીડિયા પર આની જાણકારી હતી. આ ઉપરાંત અભિનેતાએ મદદ માટે પોતાને ડાયરેક્ટ સંદેશો આપવાનું પણ જણાવ્યું છે.
સલમાન ખાન કોરોના કાળમાં ફ્રન્ટ લાઇન વર્કર્સોને ભોજન પુરુ પાડવાનું કામ કરી રહ્યો છે.
જ્યારે ભૂમિ પેડણેકર, પ્રિયંકા ચોપરા, વિક્કી કૌશલ અને આલિયા ભટ્ટ સહિત અન્ય સેલિબ્રિટિઓ કોવિડ ૧૯ વોર્યિર્સની મદદા કરી રહ્યા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u3QJKf
via IFTTT
Comments
Post a Comment