સલમાન ખાનનું નિર્માતા તરીકે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ


- અભિનેતાની આ નિર્મિત ફિલ્મમાં તેના બનેવી આયુષ શર્મા લીડ રોલમાં હશે

મુંબઇ : સલમાન ખાન જલદી જ ઓટીટી પ્લેટફોર્મ માટે નિર્માતા બનવાનો છે. તેની આવનારી ફિલ્મ જલદી જ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થાય તેવી શક્યતા છે. અભિનેતા આ ફિલ્મ પોતાના બનેવી આયુષ શર્મા માટે નિર્માણ કરવાનો છે. 

રિપોર્ટના અનુસાર, સલમાન અમેઝોન પ્રાઇમ પર ૯૨ ડેઝ નામની ફિલ્મ રીલિઝ કરવાનો છે. જોકે તે આ ફિલ્મનું નિર્માણ પોતાના બનેવી આયુષ શર્મા માટે કરી રહ્યો છે. આ ફિલ્મમાં આયુષ લીડ રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ એક રોડ ટ્રિપ પર આધારિત હશે. સલમાન ઓટીટી પ્લેટફોર્મ પર નિર્માતા તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. 

આ ફિલ્મને લગતી રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મમાં એક નહીં પણ ત્રણ ડાયરેકટર હશે. આ ફિલ્મનું દિગ્દર્શન ત્રણ દિગ્દર્શક ભેગા મળીને કરવાના છે. 

સલમાન હંમેશાથી પોતાના પરિવારને કોઇ પણ રીતે મદદ કરવા તત્પર રહે છે. તે આયુષ શર્માને આગળ લાવવા માટે પૂરતા પ્રયાસ કરી રહ્યો છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gLXvjP
via IFTTT

Comments