- અભિનેતા પોતાની જ કંપની ખોલી બનાવશે વેબ સીરીઝ
મુંબઇ : હાલ મનોરંજન ઉદ્યોગ કટોકટીમાં સપડાયો છે. કરોનાએ ભારતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે પરિણામે લોકોના કામધંધા અટકી પડયા છે. તેવામાં હિંદી મનોરંજન ઉદ્યોગમાં વરસોથી સક્રિય રહેલા નિર્માતાઓ સામે પણ મુશ્કેલની ઘડી આવી ગઇ છે. શાહિદ કપૂરે પણ ધર્મા પ્રોડકશનનો હાથ છોડીને નેટફિલકસ અને પ્રાઇમ વીડિયો સાથે હાથ મેળવ્યો છે. આજે મનોરંજન દુનિયાના માંધાતાઓ પણ ઓટીટીના અધિકારીઓ સાથે વાતચીતમાં વ્યસ્ત છે.રસપ્રદ વાત તો એ છે કે, શાહિદ આ સીરીઝથી પોતાનું પ્રોડકશનહાઉસ શરૂ કરવાનો છે.
હાલ ઓટીટી પ્લેટફોર્મનું સંપૂર્ણ ધ્યાન ભારતીય દર્શકો પર છે. તેઓ બન્ને ટોચના સિતારાઓને પોતાના તરફ આકર્ષી રહ્યા છે. શાહિદ કપૂરને આ વખતે નેટફિલકસ પોતાના તરફ ખેંચવામાં સફળ રહ્યું છે. શાહિદ કપૂરને લઇને તેઓ એક મોટી મલ્ટીસીઝન સીરીઝની યોજના કરી છે.
શાહિદ પહેલા તો ધર્મા પ્રોડકશન સાથે ફિલ્મ યોદ્ધા કરવાની યોજનામાં હતો. પરંતુ કરણની કંપની પહેલાથી જ અટકી પડેલી આઠ ફિલ્મોની દશા જોઇને શાહિદે આ ફિલ્મ છોડીને એવી કંપની સાથે હાથ મેળવ્યા છે જેનું કામ પૈસાને કારણે અટકવાનું નથી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eGxIaj
via IFTTT
Comments
Post a Comment