જિમી શેરગિલ પંજાબમાં નાઇટ કર્ફયુમાં શૂટિંગ કરતા ફસાયો


- અભિનેતા તેમજ અન્ય ચાર  વ્યક્તિની થઇ ધરપકડ

મુંબઇ : જિમી શેરગિલ લુધિયાનામાં કોરોના પ્રોટોકલનું ઉલ્લંઘન કરવા માટે ગિરફતાર કરવામાં આવ્યો છે. પોલીસે જિમી સહિત અન્ય ચાર લોકોની ધરપકડ કરી છે. એક દિવસ પહેલા ફિલ્મની ટીમને પ્રોટોકોલ તોડવા માટે ચલાન આપવામા આવ્યું હતું. ફરી બીજી રાતના પણ તેમણે કાયદાનો ભંગ કર્યો હતો. 

જિમી શેરગિલન ટીમ એક સ્કુલમાં શૂટિંગ કરી રહી હતી. સોમવારે પોલીસને જાણ થઇ હતી કે આ શૂટિંગ દરમિયાન ફિઝિકલ ડિસ્ટન્સનું પાલન કરવામા ંનથી આવી રહ્યું . પોલીસે ત્યાં પહોંચીને જોયું તો ત્યાં હાજર રહેલી વ્યક્તિોમાંથી કોઇએ પણ માસ્ક પહેર્યું નહોતું. પરિણામે ચલન આપવામાં આવ્યું હતું. 

આ પછી બીજા દિવસની રાતના પણ પોલીસને સૂચમા મળી હતી કે સેટ પર ૧૫૦થી વધુ લોકો હાજર છે અને કોરનાની ગાઇડલાઇન્સનું પાલન નથી થઇ રહ્યું. પોલીસ તરત જ ત્યાં પહોંચી ગઇ હતી અને જિમી શેરગિલ સહિત અન્ય ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eCJYbG
via IFTTT

Comments