સોનાક્ષી સિંહા અને ઉર્વશી રૌતેલા કોરોનાગ્રસ્તોની મદદે


- મફત ભોજનની માહિતીથી લઇ ઓક્સિજન કન્ટેનરની સહાય

મુંબઇ : કોરોનાનો કહેર દેશભરમાં ફેલાઇ રહ્યો છે. દિવસના ત્રણ-ત્રણ લાખ કેસ જોવા મળી રહ્યા છે. તેવામાં ઓક્સિજન, પથારીઓ, આઇસીયૂ તેમજ ભોજન માટે પણ લોકો તડપી રહ્યા છે. આ કાળમાં બોલીવૂડ સેલિબ્રિટિઓ પોતપોતાની રીતે મદદ કરી રહી છે. જેમાં હવે સોનાક્ષી સિંહા અને ઉર્વશી રૌતેલા પણ જોડાયા છે. 

સોનાક્ષી સિંહાએ ઇનસ્ટાગ્રામ પર  મફતમાં ભોજન મેળવી આપનાર સંસ્થાઓની ઓળખ આપી છે. તેણે આ બીમારી સામે ઝઝૂમી રહેલા લોકોને ખાવાનું પહોંચાડનારી સંસ્થાની જાણકારી આપી છે.તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યું છે,  જેમાં આ સંસ્થાના મોબાઇલ નંબરની સાથેસાથે અન્ય વિગતો પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સોનાક્ષી વેક્સિનેશન પ્રત્યે પણ જાગરૂકતા ફેલાવી રહી છે. 

જ્યારે ઉર્વશી રતૌલાએ  સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે  ઉત્તરાખંડમાં ૨૭ ઓક્સિજન કન્ટેઇનર્સ ડોનેટ કરી રહેલી હોવાનું જોવા મળે છે. આ તસવીરમાં ઉર્વશી માસ્ક પહેરેલી જોવા મળે છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xDZU6q
via IFTTT

Comments