જી.કેમાં ઓક્સિજનની અછત દૂર કરવા ચોથો પ્લાન્ટ શરૃ થશે

ભુજ, બુધવાર

જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે કચ્છ અને કચ્છ બહારાથી આવતા દર્દીઓને તુરંત માનવતાના ધોરણે દાખલ કરવામાં આવી રહ્યા છે. જે પૈકી ઘણા દર્દીઓ ગંભીર કહી શકાય તેવા હોવાથી તેમને જરૃરિયાત મુજબ ઓક્સિજન તાથા વિશેષ સારવારના ભાગરૃપે આઈસીયુ બેડ તાથા વેન્ટિલેટરની સુવિાધા પૂરી પાડવામાં આવે છે.

 જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિ. સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે, તેમ છતાં દાખલ થનાર તમામ દર્દીને વેન્ટિલેટર ઉપલબૃધ નાથી બનતા તેવી પરિસિૃથતિમાં એક બેડ ખાલી થાય કે તુંરત જ બીજા જરૃરીયાત મંદ દર્દીને વેન્ટિલેટર બેડ આપી દેવામાં આવે છે. દરમિયાન આવા આવશ્યક દર્દીને ઓક્સિજન આપવાની સમાંતર વ્યવસૃથા અવિરત ગોઠવવામાં આવી છે. તેમણે કહ્યું કે જી.કે. જનરલમાં નવા વેન્ટિલેટર ઉપલબૃધ બનાવવામાં આવ્યા છે એ તમામ વેન્ટિલેટર હોસ્પિટલમાં ઓક્સિજનનો ૪થો પ્લાન્ટ કાર્યાન્વિત થતા દર્દીની સારવારમાં કામે લગાડી દેવાશે. અત્યારે તમામ વેન્ટિલેટર આઈસીયુ બેડ જરૃરીયાતમંદ તમામ દર્દીઓની સારવારમાં રોકી દેવામા ંઆવ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલમાં અત્યારે કાર્યરત ત્રણ ઓક્સિજન પ્લાન્ટમાંથી સતત પ્રવાહ ચાલુ હોવાથી સંભવતઃ ઓક્સિજનના પ્રેસરનો પ્રશ્ન સર્જાય છે. તેની પણ તાત્કાલિક વ્યવસૃથા ગોઠવાય છે, પરંતુુ ૪થો પ્લાન્ટ શરૃ થતા ઓક્સિજનની મોટાભાગની સમસ્યા નિવારી શકાશે. વધુમાં કહ્યું કે, આજે વધુ પ૦ દર્દીઓને કોરોનાની સારવાર આપી ઘરે જવાની પરવાનગી આપવામાં આવી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32UxSFo
via IFTTT

Comments