- હજુ મોતનો દર ઉંચો, ઈન્જેકશન, ઓક્સિજન અને બેડની ફરિયાદો ઠેરની ઠેર
ભુજ,ગુરૃવાર
કચ્છ જિલ્લામાં કોરોનાથી મોતનો સીલસીલો જારી હોય તેમ આજે વધુ ૮ દર્દીઓના જીવનદીપ બુઝાયા હતા. તો બીજીતરફ વધુ ૧૮૬ પોઝીટીવ કેસો નોંધાયા હતા. ભુજ શહેરમાં કોરોનાનો કહેર જારી હોય તેમ ૪૮ કેસો શહેરમાં જયારે ભુજના ગ્રામિણ વિસ્તારમાં ૨૨ કેસો મળીને ૭૦ કેસો નોંધાયા હતા.
કોરોનાથી દર્દીઓના મોત થવાના બનાવો હજુ બને છે તેમ છતા સાચા આંકડા જાહેર કરવામાં આવતા નાથી. ત્યારે, કચ્છના આરોગ્ય વિભાગે આજે પાંચના મોત જાહેર કર્યા હતા. જયારે રાજયના આરોગ્ય વિભાગે ૮ મોત જાહેર કર્યા હતા. જયારે આજે ૧૮૬ નવા પોઝીટીવ કેસો નોંધાતા કુલ કેસોનો આંક ૮૦૨૧ થયો હતો. એકટીવ કેસો ૨૨૫૨ છે જયારે આજે સાજા થયેલા ૬૫ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા મળી હતી.
આજે અબડાસાના ગ્રામ્યમાં ૩, અંજાર શહેરમાં ૧૨, ગ્રામિણમાં ૨, ભચાઉ શહેરમાં ૬, ગ્રામિણમાં ૮, ભુજ શહેરમાં ૪૮, ગ્રામિણમાં ૨૨, ગાંધીધામ શહેરમાં ૧૩ કેસો, લખપત તાલુકામાં ૪, માંડવી શહેરમાં ૨૨ જયારે ગ્રામિણમાં ૨૦ મળી ૪૨, મુંદરા તાલુકામાં ૬, નખત્રાણા તાલુકામાં ૭, રાપર શહેરમાં ૭ અને ગ્રામિણમાં ૬ આમ કચ્છમાં શહેરી વિસ્તારમાં ૧૦૮ અને ગ્રામિણમાં ૭૮ કેસો રેકર્ડ પર નોંધાયા હતા.
કોરોનાના સંક્રમણને રોકવા માટે સ્વૈચ્છિક લોકડાઉન હોવા છતા પણ હજુ પણ કોરોનાના કેસો ઘટતા નાથી. મૃત્યુનો પ્રમાણ પણ હોવા છતા હજુ સારવાર સઘન બનાવવાની જરૃર છે તો વળી, ઈન્જેકશન, બેડ અને ઓકસીજનની ઘટનો પ્રશ્ર પણ ઠેરનો ઠેર છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xzWukX
via IFTTT
Comments
Post a Comment