- અભિનેતા વિજ્ઞાાનિક હોમી ભાભાનો રોલ ભજવશે
મુંબઇ : ભારતના સૌથી પ્રતિષ્ઠિત વિજ્ઞાાનિકોમાંના એક હોમી ભાભાના જીવન પર ફિલ્મ બની રહી છે. જેમાં સૈફ અલી ખાન મુખ્ય રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મને ઊચ્ચ સ્તરે બનાવાની યોજના છે.
હોમી જહાંગીર ભાભા પરમાણુ ભોતિક વિજ્ઞાાનિક હતા. તેમના જીવનની સૌથી રસપ્રદ વાત એ છે કે, તેમનું મોત રહસ્યમય સ્થિતિમાં થયું હતું. આ વિષય પરઆધારિત એક બાયોગ્રાફિકલ ડ્રામાને સૈફ અલી ખાને સાઇન કર્યો છે.
આ ફિલ્મના દિગ્દર્શક વિક્રમજીત સિંહ છે. જેમણે આ પહેલા રણબીર કપૂર, અર્જુન રામપાલ અને જેકલિન સ્ટારર ફિલ્મ રોયનું દિગ્દર્શન કર્યું હતું.
જો બધુ સમૂસૂથરું પાર પડશે તો આ ફિલ્મ ૨૦૨૨ના ફ્લોર પર આવે તેવી શક્યતા છે.
આ ફિલ્મ માટે હજી સુધી સૈફને જ સાઇન કરવામાં આવ્યો છે. હજી સુધી અન્ય સ્ટારકાસ્ટ વિશે નિર્ણય લેવામાં આવ્યો નથી.
એક રિપોર્ટના અનુસાર,આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ભારત અને બૈરૂતમાં કરવામાં આવશે. હાલ તો આ ફિલ્મ પ્રી પ્રોડકશન સ્ટેજમાં છે.ફિલ્મની ઘોષણા જલદી જ કરવામાં આવશે અને આવતા વરસની શરૂઆતમાં આ ફિલ્મ ફ્લોર પર આવશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sVGxSI
via IFTTT
Comments
Post a Comment