- કોરોના બાદ લોન્ચ થયેલી આ દવાનો ભાવ અધધધ
- ગરીબ-મધ્યમવર્ગીય લોકો બિમાર પડે તો લુંટાઈ જાય તેવી સ્થિતી
ભુજ, ગુરૃવાર
હાલે કોરોનામાં હોસ્પિટલમાં બેડ નાથી મળતા પરંતુ પરિસિૃથતી એટલી વણસી છે કે, લોકો હોમઆઈસોલેટ થાય તો પણ જરૃરી દવા મળતી નાથી. કોરોનાના ફેલાવા બાદ બજારમાં નવી લોન્ચ કરાયેલી ફેવીપીરાવીર નામની દવા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કારગત સાબિત થઈ છે. પરંતુ બજારમાં ઉંચા ભાવ વચ્ચે ભયંકર તંગી વર્તાતી હોવાથી લોકો દવા વગર મરી જાય તેવી સિૃથતિ ઉભી થઈ છે. કચ્છના વહીવટીતંત્રે લશ્કર ક્યાં લડે તે ખબર જ ન હોય તેવું જણાઈ રહ્યું છે. અિધકારીઓ એ.સી ચેમ્બરોમાં બેસીને મોટા મોટા પ્લાન બનાવી રહ્યા છે પરંતુ કોરોનાગ્રસ્ત બનતા દર્દીઓ માટે રોજ રોજ નવી નવી મેડિકલ ચીજોની અછત સર્જાઈ રહી છે.
મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારોએ જણાવ્યું હતું કે, એક તરફ ઓક્સિજન સિલિન્ડરની તંગી છે, થોડા દિવસાથી તેમાં ઓક્સિજન કંટ્રોલ કરતા ફ્લો મીટરનો અભાવ સર્જાયો છે. ત્યાં હવે નવી રામાયણ ઉભી થઈ છે. હોસ્પિટલમાં ગંભીર દર્દીઓ સિવાયને બેડ આપવામાં આવતા નાથી. હાલે ૮૦ ટકા દર્દીઓને ઘરે જ સારવાર લેવા મજબુર કરાય છે. ડોક્ટર દવા લખી આપે છે પરંતુ શરમજનક બાબત એ છે કે, કોરોના માટે કારગત મનાતી ફેવીપીરાવીર નામની દવાની અછત ઉભી થઈ છે. આ અછત જાણીબુઝીને ઉભી થઈ છે કે પછી વચેટીયાઓ દ્વારા નફો કમાવવા કાળાબજારી કરાઈ રહી છે તે તપાસનો મુદો બન્યો છે. મેડીકલ હોલસેલરોએ જણાવ્યું હતું કે, આ ગોળી ૨૦૦,૪૦૦,૮૦૦ એમજીમાં આવે છે. જેમાં કોઈપણ પ્રકારની ગોળી લ્યો ૧૭ ગોળીનો ભાવ રૃ.૧૨૯૦ છે. જો એક પરીવારમાં ૩ થી ૪ લોકો કોરોનાનો ભોગ બને તો માત્ર આ એક જ દવા લેવા જતાં ૧૦ થી ૧૨ હજારનો ખર્ચ થઈ જાય તેમ છે. કોરોના સાથે સંકળાયેલા મેડિકલના તમામ સાધનો અને દવાના ભાવ ચારાથી પાંચ ગણા વસુલાઈ રહ્યા છે. ત્યારે આ સિૃથતીમાં લોકો ઘરમાં રહીને સારવાર લે તો પણ વ્યકિત દિઠ ૧૦ થી ૧૫ હજારના બીલ બની રહ્યા છે. જો હોસ્પિટલમાં જાય તો એક વ્યકિત દિઠ ૨ થી ૩ લાખ આૃથવા લાંબો સમય રહેવાનો વારો આવે તો ૧૦ થી ૧૨ લાખનો ખર્ચ થઈ જાય છે. આવી પરિસિૃથતીમાં લોકો શું ખાય અને શું સારવાર કરાવે તે જ સવાલ ઉભો થયો છે.
હાલે ૧૦૦૦ બોક્સનો ઓર્ડર દિાધો હોય તો માંડ ૧૦૦ બોકસની ડિલીવરી થઈ રહી છે. તેાથી કચ્છની બજારમાં દવા શોધવા છતાં મળી રહી નાથી. જો મળે તો ભાવ વધુ વસુલાઈ રહ્યા છે. ત્યારે કચ્છનું વહીવટીતંત્ર આ મુદે તપાસ કરે આૃથવા સરકારમાં રજૂઆત કરીને આ સમસ્યાનો નિવેડો લાવે તેવી માંગણી ઉઠી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Rct5N7
via IFTTT
Comments
Post a Comment