સશસ્ત્ર જૂથ અથડામણ : કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સહિત ૬ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ

ભુજ,બુધવાર

વાગડ પંથકમાં અવારનવાર મારા મારી અને ખૂનના પ્રયાસો સહિતના લોહિયાણ બનાવો બનતા હોય છે ત્યારે વાધુ એક બનાવ રાપરના રવ ગામે બન્યો છે નજીવી બાબતે ઉગ્ર રૃપ ધારણ કરી લેતા સામસામી ફરિયાદ નોંધાવાઈ છે ખેતરમાં ટ્રેકટર પડવા જેવી બાબતો હિાથયારો સાથે બે પક્ષ સામસામે આવી ગયા હતા જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે.

મળતી માહિતી પ્રમાણે,રાપર તાલુકાના રવ ગામે કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને તેમના મિત્ર-પરિચિતો જોડે સામાન્ય બાબતમાં તેમના જ ગામના અન્ય જૂાથના લોકોએ ધોકા, ધારીયા અને છરીઓ વડે ઘાતક હુમલો કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો હતો બનાવ અંગે  રાપર પોલીસ માથકે બાર લોકો સામે હત્યાના પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ છે.રાપરના રવ ગામના ૫૫ વષય વણવીર સોલંકી (રાજપૂત)એ ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ભુજમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે હાજર હતા. સાંજે પરત રાપર પહોંચ્યા હતા. રાત્રે નવ વાગ્યાના અરસામાં તેમના મિત્ર રાજભાઈ બારી (રહે. નાગપુર, લોદ્રાણી)નો ફોન આવ્યો હતો. રાજના કુટુંબી રાણાભાઈની તબિયત લાથડી હોવાથી અન્ય સંબંધીઓ ગાડીમાં રાપર ખાતે દવાખાને લઈ જતા હતા ત્યારે રવાથી ચારેક કિલોમીટર નંદાસર બાજુ ગાડી પલટી ખાઈ હોઈ તેમની મદદ કરવા રાજે તેમને વિનંતી કરી હતી. જેાથી તે તેમની કારમાં પુત્ર મેહુલ જોડે સૃથળ પર પહોંચ્યા હતા અને ઈજા પામનારાઓને હોસ્પિટલે સારવાર માટે મોકલી આપ્યા હતા. આ સમયે પલટી ગયેલી ગાડીને ટ્રેક્ટરાથી ટોચન કરી લઈ જવા માટે ગામના જગા માદેવા ઝેર, લાલજી સોલંકી, જેરામ અમરા પરમાર વગેરે દોડી આવ્યા હતા. તેઓ ખેતરમાં પલટી ખાઈ ગયેલી ગાડીને ટોચન કરી રહ્યા હતા ત્યારે હઠુભા રામભા જાડેજા, મહિપતસિંહ કાયાંજી જાડેજા અને અનિરુધૃધસિંહ ખોડુભા જાડેજા ત્યાં મોટર સાયકલ લઈને આવ્યા હતા અને 'અમારા ખેતરમાં પૂછયા વગર કેમ ટ્રેક્ટર નાખ્યું છે?દ તેમ કહી ફરિયાદીના પુત્ર મેહુલ અને અન્ય લોકો સાથે માથાકૂટ કરી ગાળાગાળી કરી હતી. બોલાચાલી બાદ આરોપીઓ ત્યાંથી જતા રહ્યાં હતા. ત્યારબાદ ગામમાં પરત ફરતા હતા ત્યારે ત્રણે આરોપીઓ સાથે અન્ય નવેક જણાં ધારીયા, લાકડી, છરીઓ ધારણ કરી ગામના સીમાડે ઊભા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં રાજભાઈ બારીને ડાબા હાથે ધારીયું, છાતી અને પગમાં છરીના ઘા વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયાં હતા. જ્યારે, ટ્રેક્ટરના ડ્રાઈવર લાલજી અને જેરામ પરમારને પણ ફ્રેક્ચર સહિત મુઢ મારની ઈજાઓ થઈ હતી. ઘાયલ રાજભાઈને વણવીરભાઈ તેમની ગાડીમાં સામખિયાળી અને બાદમાં આદિપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. ઘટના અંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વણવીરભાઈએ અજીતસિંહ મદારસંગ જાડેજા, રાવતસિંહ દિલુભા જાડેજા, અજુભા દિલુભા જાડેજા, અનિરુધૃધસિંહ ખોડુભા જાડેજા, મહિપતસિંહ જાડેજા, હઠુભા જાડેજા અને તેમની સાથે રહેલાં અન્ય અજાણ્યા પાંચ-છ સાગરિતો સામે ગુનો નોંધાવ્યો હતો. 

બીજી તરફ ખેતરમાં પલટી ખાઈ ગયેલી કારને ટ્રેક્ટર વડે બહાર કાઢવાની નજીવી બાબતમાં ખેતરમાલિક પરિવાર અને જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ વણવીર સોલંકીના મિત્રો-પરિચિતો વચ્ચે થયેલી હિંસક આૃથડામણમાં હવે વળતી ફરિયાદ નોંધાઈ છે. ઉપપ્રમુખ વણવીર સોલંકી, તેમના બે પુત્ર રાજ અને મેહુલ તેમજ છ અજાણ્યા શખ્સો સામે હરદીપસિંહ ઊર્ફે હઠુભા જાડેજા (ઉ.વ.૨૩, રહે. મોટી રવ, રાપર)એ હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ, રાયોટીંગ વગેરે કલમો તળે ફરિયાદ નોંધાવી છે.હરદીપસિંહે ફરિયાદમાં જણાવ્યું કે સોમવારે રાત્રે સાડા દસના અરસામાં તે મોટર સાયકલ પર અજુભા ઉર્ફ દશરાથસિંહ જાડેજા સાથે તેના ખેતરે ગયો હતો. ખેતરમાં એક કાર પલ્ટી ખાઈ ગયેલી દેખાતી હતી અને ખેતર બહાર રોડ પર વણવીર સોલંકી અને તેમના પુત્રો સહિતના નવ-દસ લોકો ઉભા હતા. જેાથી કુતૂહલવશ 'તમે લોકો અહીં શું કરો છો? આ મારું ખેતર છેદ તેમ પૂછતાં વણવીરના પુત્ર મેહુલે 'તારે શું કામ છે?દ કહી ગાળો બોલી તેને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. ફરિયાદીએ ત્યાંથી જવા ઈન્કાર કરતાં મેહુલે તેને અને દશરાથને બે-ત્રણ તમાચા મારી દઈ ગાડીમાંથી બંદુકનો જોટો કાઢી માર માર્યો હતો. આ સમયે વણવીર રાજપુતે ફરિયાદીને રિવોલ્વર બતાડી 'આટલીવાર થશે તમને બંનેને મારી નાખશુંદ તેમ કહી ધમકી આપી હતી. વાધુ મારની બીકે હરદીપ અને દશરાથ બંને બાઈક લઈ ત્યાંથી ગામ તરફ પરત જવા રવાના થયા હતા. ત્યારે મેહુલ અને વણવીર રાજપુતે ફોરચ્યુનર કારમાં તેમનો પીછો કરી રવ ગામના પાણીના ટાંકા પાસે પાછળાથી બાઈકને ટક્કર મારી બંનેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગાડીની ટક્કરાથી ઘાયલ થઈને બંને જણ બેહોશ થઈ ત્યાં જ ઢળી પડયાં હતા. બે-ત્રણ કલાક બાદ હોશમાં આવ્યા ત્યારે પણ તેઓ ત્યાં જ પડયાં હતા અને આસપાસમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જેાથી તે દશરાથને ઉઠાડીને નજીકના ખેતરમાં લઈ ગયો હતો. બીકના માર્યાં બંને જણે ઘરે જવાના બદલે એક ખેતરમાં જ છૂપાઈને આખી રાત અને આખો દિવસ વીતાવ્યો હતો. સાંજે દશરાથને ચક્કર આવતાં પોતે અજાણ્યા શખ્સની કારમાં લિફ્ટ લઈ રાપર સરકારી દવાખાને સારવાર મેળવવા આવ્યો હોવાનું હરદીપે પોલીસને જણાવ્યું હતું. રાપર પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી તપાસ શરૃ કરી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nxtZjq
via IFTTT

Comments