ટેલિવિઝન અદાકારા આશકા ગોરડિયાએ આપી અભિનયને તિલાંજલિ


- અભિનેત્રીને હવે બિઝનેસ પર લક્ષ્ય આપવાની  વાત કરી

મુંબઇ : ટેલિવિઝ અદાકારા આશકા ગોરડિયા સોશિયલ મીડિયા પર યોગા કરતી તસવીરો મુક્યા કરતી હોય છે. હાલમાં જ તેણે જણાવ્યું છે કે, તે એકટિંગની દુનિયાથી સંન્યાસ લઇ લીધો છે. હવેથી તે પોતાના બિઝનેસ પર ફોકસ કરશે. 

આશકાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, હું અભિનયની દુનિયા છોડી રહી છું. હવે મને મારા બિઝનેસમાં વધુ રસ જાગ્યો છે અને તેને આગળ  ધપાવવા ઇચ્છું છું. મારું શમણું છે કે હું એક સફળ એન્ટરપ્રેન્યોર બનું. મને વરસોથી મારું આ સ્વપ્પનું પુરુ કરવાની ઇચ્છા હતી જેના માટે હવે હુ ંપૂરતું ધ્યાન આપી રહી છું. 

અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, મારા આ બિઝનેસને સફળ બનાવા માટે મારા પતિ બ્રેન્ટનો મને પૂરતો સહકાર મળી રહ્યો છે. તેઓ મારા પર પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે, હું મારા લક્ષ્યમાં પાર ઉતરીશ અને આ જ મારી તાકાત છે. 

આશકા ૨૦૦૨માં ટીવી સીરિયલ અચાનક ૩૭ સાલ બાદથી કારકિર્દી શરૂ કરી હતી. આ પછી તેણે કુસુમ, કહીં તો હોગા, બાલ વીર, નાગિન અને ડાયન જેવી સુપરહિટ ફિલ્મોનો હિસ્સો બની.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t4rXsc
via IFTTT

Comments