આજે મહારાષ્ટ્ર દિનની પરેડ વિના સાદગીથી ઉજવણી



મુંબઇ :  મહારાષ્ટ્રમાં કોરોનાના ઉપદ્રવને ધ્યાનમાં લઇ આળતી કાલે ૬૧માં મહારાષ્ટ્ર દિનની ઉજવણી પરેડ વગર સાદગીથી કરવામાં આવશે. રાજ્ય સરકારે કોઇ પણ જગ્યાએ ઉજવણીનો જાહેર કાર્યક્રમ ન યોજવાની સૂચના આપી છે.

મહારાષ્ટ્રના રાજ્ય-શિષ્ટાચાર વિભાગ દ્વારા કોરોનાના નિયમનું પાલન કરી સાદગીથી ૬૧માં સ્થાપના દિનની ઉજવણી કરવાની તાકીદ કરવામાં આવી છે.

આદેશ મુજબ દરેક જિલ્લા મુખ્યાલયોમાં સવારે આઠ વાગ્યે ધ્વજવંદન કરવામાં આવશે. ધ્વજવંદન સિવાય બીજો કોઇ કાર્યક્રમ ન યોજવાની જિલ્લા કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e7pj0e
via IFTTT

Comments