મહારાષ્ટ્રમાં અવિરત કોરોનાના સંકટમાં 985 દર્દીના મોત, નવા 63309 કેસ



મુંબઇ :  મહારાષ્ટ્રમાં કોરોનાના કહેરે માઝા મૂકી છે. લોકડાઉન મૂકવા છતાં દરદીની સંખ્યામાં ઘટાડો  થતો ન હોવાથી સરકાર ચિંતામાં છે. આજે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૬૩૦૯ કેસ નોંધાયા હતા અને ૯૮૫ દરદીએ પ્રાણ ગુમાવ્યો હતો. રાજ્યમાં આજ સુધી કોરોનામાં મૃત્યુ પામેલાની સંખ્યા વિક્રમજનક છે. જ્યારે કોરોનાના ૬૧,૧૮૧ દરદી સાજા થતાં ડિસ્ચાર્જ અપાયા હતા. અને રાજ્યમાં આજ દિન સુધી ૬ લાખ ૭૩ હજાર ૪૮૧ કોરોનાના એક્ટિવ કેસ છે. જેઓ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યાવધીને ૪૪ લાખ ૭૩ હજાર ૩૯૪ દરદી થઈ છે. અને મરણાંકની  સંખ્યા ૬૭૨૧૪ થઈ છે. જ્યારે કોરોનાના ૩૭ લાખ ૩૦ હજાર ૭૨૯ દરદી કોરોનાથી મુક્ત થતાં રિકવરીનું પ્રમાણ વધીને ૮૩.૪ ટકા થયું છે, જ્યારે ૪૨,૦૩,૫૪૭ દરદી હોમ ક્વોરન્ટીન છે અને ૩૧,૧૫૯ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યામાં વધારો નોંધાયો છે. આજે કોરોનાના નવા ૪૯૬૬ કેસ નોંધાયા હતા અને ૭૮ દરદીના મોત થયા હતા. આથી અત્યાર સુધી મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૪૦૫૦૭ થઈ છે અને મરણાંકની સંખ્યા ૧૨૯૯૦ થઈ છે. મુંબઈમાં આજે કોરોનાના ૫૩૦૦ દરદીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. પરિણામે અત્યાર સુધી ૫,૬૦,૪૦૧ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. એટલે કે શહેરમાં કોરોનાના રિકવરીનું પ્રમાણ ૮૭ ટકા થઈ છે. જ્યારે મુંબઈમાં ૬૫,૫૮૯ કોરોનાના સક્રીય દરદી છે.  આજે ૩૯૧૩૫ લોકોના કોરોના ટેસ્ટ કરાયાહતા, એમ પાલિકાએ જણાવ્યું હતું.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e1JjBz
via IFTTT

Comments