ફિલ્મ એડિટર વામન ભોંસલેનું 89 વરસની વયે નિધન


- તેમણે કારકિર્દી દરમિયાન 1978માં બેસ્ટ એડિટિંગનો નેશનલ એવોર્ડ મેળવ્યો હતો

મુંબઇ : નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ એડિટર વામન ભોંસલેનું ૮૯ વરસની વયે મુંબઇમાં નિધન થઇ ગયું છે. તેમણે કારકિર્દી દરિમાન ફિલ્મોનું ઉત્તમ એડિટિંગ કર્યું હતું.તેમના અવસાનના સમાચાર સુભાષ ઘાઇએ સોશિયલ મીડિયા પર આપ્યા હતા. 

સુભાષ ઘાઇએ જણાવ્યું હતું કે, વામન ભોંસલે સર ૮૯ વરસની વયે મુંબઇમાં અવસાન પામ્યા છે. તેમની આત્માને શાંતિ પ્રદાન થાય, મારી પ્રથમ ફિલ્મ કાલીચરણના જીનિયસ એડિટર, એ પછી મારી ખલનાયક ફિલ્મ સુધીની દરેક ફિલ્મોના એડિટર ટીચર હતા. ઉપરાંત તેમણે મારી તાલ ફિલ્મ દરમિયાન એડિટિંગ માટે પ્રેરિત કરી રહ્યા હતા. તેઓ એક મહાન ટીચર હતા. 

વામન ભોંસલેને ૧૯૭૮માં વિનોદ ખન્ના અને વિદ્યા સિંહા સ્ટારર ફિલ્મ ઇનકાર માટે બેસ્ટ એડિટિંગનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. 

વામન ભોંસલેનો જન્મ ગોવામાં થયો હતો. અભ્યાસ પૂરો કરીને તેઓ ૧૯૫૨માં મુંબઇ આવ્યા હતા. જ્યાં તેમણે એડિટર તરીકેની તાલીમ લીધી હતી. તેમણે બોમ્બે ટોકીઝમાં એડિટિંગની ટ્રેનિંગ લીધા પછી તેઓ ૧૨ વરસ સુધી ફિલ્મસ્તાન સ્ટૂડિયોમાં આસિટન્ટ એડિટર તરીકે કામ કર્યું.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xDjIH5
via IFTTT

Comments