મહારાષ્ટ્રમાં કોરોનાના 731 દર્દીના મોત, નવા 66159 દર્દી અને 68537 દર્દી ડિસ્ચાર્જ



મુંબઇ :  મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. દરદી અને મૃતકોની સંખ્યામાં વધારો થાય છે. આથી રાજ્ય સરકારે લોકડાઉનને ૧૫ મે સુધી લંબાવી દીધું છે, પરંતુ કોરોનાને માત કેવી રીતે આપી શકાય એ માટે સરકાર ચિંતામાં છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા ૬૬,૧૫૯ કેસ નોંધાયા છે અને ૭૭૧ દરહદીએ જીવ ગુમાવ્યા છે અને કોરોનાના ૬૮,૫૩૭ દરદીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે રાજ્યમાં આજ દિન સુધી ૬૮૫૩૭ કોરોનાના દરદી સક્રીય છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૪૫,૩૯,૫૫૩ થઈ છે. જ્યારે મરણાંક ૬૭૯૮૫ થયો છે. અને કોરોનાથી ૩૭,૯૯,૨૬૬ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. આથી રિકવરીનું પ્રમાણ ૮૩.૬૯ ટકા થયું છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. 

મુંબઈમાં કોરોનાના નવા દરદી કરતાં દરદી સાજા થવાનું પ્રમાણ વધારે છે. આજે મુંબઈમાં કોરોનાથી ૮૨ દરદીના મોત થયા હતા અને કોરોનાના નવા ૪૧૯૨ દરદી નોંધાયા હતા. જ્યારે ૫૬૫૦ દરદીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યોહતો. એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈમાં કોરોનાથી રિકવરીનું પ્રમાણવધીને ૮૮ ટકા છે. જ્યારે મુંબઈમાં કોરોનાના ૬૪૦૧૮ એક્ટિવ કેસ છે. આજે લગભગ ૩૮૮૪૮ લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t6zXIS
via IFTTT

Comments